GSTV
Home » News » તમારાથી થાય એ ઉખાડી લો ફોન તો ચાલુ બસે પણ નહીં થાય બંધ!, આવી કરી રહ્યાં છે બસના ડ્રાઈવરો દાદાગીરી

તમારાથી થાય એ ઉખાડી લો ફોન તો ચાલુ બસે પણ નહીં થાય બંધ!, આવી કરી રહ્યાં છે બસના ડ્રાઈવરો દાદાગીરી

થોડા દિવસ પહેલા અંબાજીના દાતા પાસે એસટી બસના અકસ્માતમાં 27 લોકોના મોત થયા હતાં. આ અકસ્માત પહેલા બસ ડ્રાયવર ચાલુ બસે સેલ્ફી લેતો હતો. વીડિયો ઉતારતો હતો તેવી વાત સામે આવી હતી. તો અગાઉ પણ ઘણા એસટી બસ ડ્રાયવરો ચાલુ બસે મોબાઈલ ફોન પર વાત કરતાં હોવાની ઘટનાઓ સામે આવી હતી. તેવામં ગાંધીનગર સિટી બસના ડ્રાયવરનો પાણ ચાલુ બસે મોબાઈલ ફોન પર વાત કરવાની જીદે ચઢ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. તેને તેની કે મુસાફરોની જિંદગીની જાણે કોઈ કિંમત ન નથી. એક જાગૃત મુસાફરે તેને સમજાવે છે. પરંતુ એસટી બસનો ડ્રાયવર મુસાફર સાથે દાદાગીરી કરીને ગાળો પણ ભાંડી.

તો કંડક્ટર પણ ડ્રાયવરને સાથ આપી રહ્યો હતો. આ વીડિયો 22 સપ્ટેમ્બરે સવારે પોણા નવથી નવ વાગ્યાની વચ્ચે અને ગાંધીનગરના પથિકાશ્રમથી ઈન્દીરા બ્રિજ સુધી વિસ્તારનો હોવાનું જણાયું છે. આ વીડિયોમાં મુસાફરની સમજાવટ છતાં ડ્રાયવર ચાલુ બસે ફોન પર વાત કરતો રહે છે અને જે થાય તે કરી લો તેવી શેખી પણ મારતો હતો. ડ્રાઈવરની થોડી ચૂકને કારણે કે ગેરવર્તનને કારણે ઘણી વખત અકસ્માતો થાયા છે. ત્યારે આવા બેજવાબદાર ડ્રાયવર-કંડક્ટરો સામે કડક પગલા ભરાય તેવી માગ ઉઠી છે.

મુસાફરઃ તમે ડ્રાયવીંગમાં ધ્યાન રાખોને ભાઈ..
ડ્રાયવરઃ આ ચાલુ કરું જા..
મુસાફરઃ ભાઈ કંડક્ટર, એને ના પાડવી જાઈએ તમારે..
કંડક્ટરઃ તમે મોટા છો, તમે એકની એક વાત પકડીને છોડતાં જ નથી..
મુસાફરઃ ચાલુ ગાડીએ ફોન ચાલુ રખાય સાહેબ..
કંડકટરઃ કીધું તો ખરા સાઈડમાં રાખીને..
મુસાફરઃ એ ભાઈ અત્યારે વાત કરે છે ફોન ચાલુ રાખીને.. ના પણ.. એ બરાબર છે..? તમે મને કહોને.. ચાલુ ગાડીએ ફોન કરે તો.. ડ્રાયવીંગ કરતાં કરતાં ફોન ચાલુ રખાય..?
મુસાફરઃ ચાલુ ગાડીએ વાત ન કરાય એમ કહું છું..
ડ્રાયવરઃ પર્સનલ ફોન છે એટલે.. ઘરેથી છે..
મુસાફરઃ ગમે તેવું પર્સનલ કામ હોય પણ જીવન કરતાં વધારે મહત્વનું ખરુ તમારે..? તમારી પાછળ કેટલા પેસેન્જર બેઠા છે.. ૨૦ જણા..
ડ્રાયવરઃ કરી દો કમ્પ્લેન..
મુસાફરઃ કમ્પ્લેનની વાત નથી સાહેબ.. પણ ફોન ન વાપરી શકાય.. ઓ ભાઈ ફોન ન વપરાય..
ડ્રાયવરઃ ચાલુ રહેશે ફોન..
મુસાફરઃ ચાલુ કેમ રહેશે..? તમારૂ નામ શું..? ભાઈ કંડક્ટર, તમારી જવાબદારી છે કે નહીં..? તમે ના પાડોને.. તમે કેમ ના નથી પાડતાં..?
મુસાફરઃ તમારે ના પાડવાની હોય..
ડ્રાયવરઃ ફોન તો ચાલુ જ રહેશે.. થાય એ તોડી લો

READ ALSO

Related posts

આજે ભર શિયાળે માવઠાની એન્ટ્રીની આગાહી, આ વિસ્તારોમાં મેઘરાજા બનશે ‘મહા’વિલન

Mayur

ના હોય! કરોડો કમાતો સલમાન ખાન થઇ ગયો દેવાદાર, આ શખ્સ પાસેથી વર્ષો પહેલાં લીધેલા રૂપિયા હજુ નથી ચુકવ્યા!

Bansari

ગુજરાતમાં દરરોજ સરેરાશ આટલા વ્યક્તિએ માનવરહિત રેલવે ક્રોસિંગના કારણે જીવ ગુમાવ્યાં, આંકડો છે ચોંકાવનારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!