GSTV
India News Trending

ઈન્દિરા ગાંધીની 73 કિલો ચાંદીનું વારસદાર કોણ? કોઈ જ નથી દાવેદાર

બિજનોરની જિલ્લા ટ્રેઝરી છેલ્લા 50 વર્ષથી દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય ઈન્દિરા ગાંધીની 73 કિગ્રા ચાંદીને અમાનત તરીકે સાંચવી રહી છે. આ ચાંદીને પાછી મેળવવા માટે આજ સુધી ઈન્દિરા ગાંધીના પરિવાર તરફથી કોઈ જ દાવો નથી કરવામાં આવેલો. વર્તમાન ભાવ પ્રમાણે આ ચાંદીની કિંમત આશરે 33થી 34 લાખ રૂપિયા છે. 

ટ્રેઝરી અધિકારીઓએ આ ચાંદીને ભારતીય રિઝર્વ બેંકને સોંપવા માટે પણ પત્ર લખ્યા છે. જોકે ભારતીય રિઝર્વ બેંકે તે ખાનગી સંપત્તિ હોવાનું જણાવીને તેનો સ્વીકાર કરવાની મનાઈ કરી છે. ત્યાર બાદ પ્રદેશ સરકારનું મંતવ્ય જાણવા માટે પણ પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ ત્યાંથી પણ કોઈ જ જવાબ ન મળ્યો. આમ ઈન્દિરા ગાંધીની અમાનત આજે પણ બિજનોર ટ્રેઝરીમાં સંચવાઈ રહી છે. 

હકીકતે બિજનોરના કાલાગઢ ખાતે એશિયાના સૌથી વિશાળ માટીના બાંધનું નિર્માણ કરવાનું હતું. નિર્માણ કાર્ય દરમિયાન વર્ષ 1972માં બિજનોરના લોકોએ ઈન્દિરા ગાંધીને ધન્યવાદ પાઠવવા માટે કાલાગઢ આમંત્રિત કર્યા હતા. સભા દરમિયાન કાલાગઢ બાંધ નિર્માણ માટે કામ કરનારા મજૂરો અને જિલ્લાના લોકોએ ઈન્દિરા ગાંધીને ચાંદી વડે તોલ્યા હતા. તે ચાંદીનું વજન આશરે 72 કિગ્રા જેટલું હતું. ઉપરાંત અન્ય કેટલાક ઉપહાર સાથે ચાંદીનું કુલ વજન 73 કિગ્રાએ પહોંચ્યું હતું. 

ટ્રેઝરીમાં રખાઈ ચાંદી

ઈન્દિરા ગાંધી નીકળતી વખતે તે ભેટને પોતાના સાથે નહોતા લઈ ગયા. તત્કાલીન પ્રશાસને તે ચાંદીને બિજનોરના જિલ્લા ટ્રેઝરીમાં મુકાવી દીધી હતી અને ત્યારથી ઈન્દિરા ગાંધીની તે અમાનત ત્યાં જ પડી છે. કોષાગારના અધિકારીઓએ ચાંદી પરત કરવા અનેક પત્ર પણ લખ્યા પરંતુ કોઈ જ જવાબ ન મળ્યા. 

50 વર્ષથી તિજોરીમાં છે ચાંદી

જિલ્લાના વરિષ્ઠ ટ્રેઝરી અધિકારી સૂરજ કુમાર સિંહના કહેવા પ્રમાણે આ ચાંદી ત્યારે જ પાછી મોકલી શકાય જ્યારે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પરિવારનું કોઈ સદસ્ય તેના માટે દાવો કરે. ટ્રેઝરી નિયમ પ્રમાણે કોઈ પણ અંગત સંપત્તિને તિજોરીમાં 1 વર્ષથી વધારે સમય ન રાખી શકાય. પરંતુ આ સંપત્તિ છેલ્લા 50 વર્ષથી તિજોરીમાં છે અને દર વર્ષે દસ્તાવેજોમાં તેનું નવીનીકરણ કરવું પડે છે. ગાંધી પરિવાર આ ચાંદી પાછી લેશે કે છેલ્લા 50 વર્ષની જેમ તે અમાનત તરીકે જિલ્લા ટ્રેઝરીમાં પડી રહેશે તે કહેવું મુશ્કેલ છે. 

MUST READ:

Related posts

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu
GSTV