GSTV
Home » News » …તો આ શાળાના શિક્ષકોના પગાર થશે બંધ, જિલ્લા શિક્ષણાધિકારીના આદેશથી ખળભળાટ

…તો આ શાળાના શિક્ષકોના પગાર થશે બંધ, જિલ્લા શિક્ષણાધિકારીના આદેશથી ખળભળાટ

Bihar teachers

અમદાવાદ શહેરની ૫૮ જેટલી ગ્રાન્ટેડ શાળાઓએ સરકાર પાસેથી લીધેલી ગ્રાન્ટના નાણાંનો હિસાબ આપ્યો નથી. ૫૮માંથી મોટા ભાગની શાળાઓએ ૨૦૧૧થી ઓડીટ કરાવ્યું નથી. ન્યુ સર્વોદય હાઈસ્કૂલે ૧૯૮૭થી શાળાનું ઓડિટ કરાવ્યુ નથી. સરાકાર દ્રારા શાળાઓને સ્ટાફના પગારની સાથે દર વર્ષ શાળા ચલાવવા માટે નાણાં ફાળવામાં આવે છે. જે નાણાંનો હિસાબ સરકારને પરત આપવા માટે ઓડિટ રિપોર્ટ સરકારમાં જમા કરાવવાનો હોય છે.

પરંતુ શહેરની ૫૮ જેટલી શાળાઓએ રિપોર્ટ સબમીટ કરવાની તસ્દી લીધી નથી. આવી શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારીએ ૩૧ ઓગષ્ટ સુધીમાં ઓડિટ કરાવવા આદેશ કર્યો છે. ઓગષ્ટ પહેલા જે શાળાઓ ઓડિટ નહી કરાવે તેવી શાળાના પ્રિન્સીપાલ અને શાળાના શિક્ષકોના પગાર બધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મોટા ભાગની શાળાઓએ આઠ આઠ વર્ષથી ઓડિટ કરાવ્યા નથી. ત્યારે ફરજીયાત નાણાંનો હિસાબ આપવાનો આદેશ થતા ગ્રાન્ટેડ શાળાનાં સંચાલકો દોડતા થઈ ગયા છે.

READ ALSO

Related posts

Diwali 2019- દિવાળી પહેલાં ઘરે લઈ આવો કોડી, શ્રીયંત્ર સહિત આ 7 ચીજો, ક્યારેય નહિ થાય ધનની કમી

Mansi Patel

Hyundaiએ લોન્ચ કરી નવી સ્પેશલ Santro,ફિચર્સ અને કિંમતમાં આવ્યો બદલાવ

pratik shah

તહેવારો દરમ્યાન વજન ન વધે અને ફીટ રહેવાં માંગો છો તો આ 6 ટિપ્સ અજમાવો, સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!