GSTV

નોટબંધી કરવા માટે RBIની મંજૂરી નહોતી તેવો ખુલાસો, RTIમાં પોલ ખુલ્લી

RBI

Last Updated on March 12, 2019 by Mayur Vora

દેશમાં RBIની મંજૂરી વગર નોટબંધી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ RTIમાં કરવામાં આવ્યો છે. આરબીઆઇ બોર્ડે નોટબંધી અગાઉ જ સરકારને ચેતવણી આપી હતી કે નોટબંધીથી દેશના આર્થિક વિકાસ પર ટૂંકા ગાળા માટે પ્રતિકૂળ અસર પડશે અને આ પગલાથી કાળા નાણાં પર અંકુશ મૂકવામાં કોઇ મદદ નહીં મળે. તે સમયે આરબીઆઇ બોર્ડમાં વર્તમાન આરબીઆઇ ગવર્નર શક્તિકાંતા દાસ ડાયરેક્ટર હતાં. આરટીઆઇ હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્રના જવાબમાં જાણવા મળ્યું છે કે આઠ નવેમ્બર, ૨૦૧૬ના રોજ વડાપ્રધાન મોદીએ નોટબંધીની જાહેરાત કરી તેના અઢી કલાક પહેલા મધ્યસ્થ બેંકની બેઠક મળી હતી.

આ બેઠકમાં સરકારને નોટબંધી અંગે ચેતવણી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ રદ કરવાનો મુખ્ય ઉદ્દેશ કાળા નાણાં પર અંકુશ મેળવવાનો હતો. ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ રદ કરવાથી કુલ ચલણી નોટોનો ૮૬ ટકા નોટોના સર્ક્યુલેશન પર અસર પડી હતી. નોટબંધીની જાહેરાતના દિવસે મળેલ આરબીઆઇ બેઠકની મિનિટ્સ પરથી જાણવા મળ્યું હતું કે તે બેઠકમાં તત્કાલીન આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલ અને આર્થિક બાબતોના સચિવ શક્તિકાંતા દાસ હાજર રહ્યાં હતાં.

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!