GSTV

ગુજરાતમાં ઓન ડ્યુટી પોલીસ કર્મચારીઅોને ફોન ન વાપરવાનો લેખિત અાદેશ

પોલીસ મહાનિર્દેશક કાયદો અને વ્યવસ્થાએ પોલીસ કર્મચારીઓને ઓન ડ્યુટી મોબાઈલ ન વાપરવા અાદેશ કર્યો છે. જે પોલીસ કર્મચારીઓ ટ્રાફિકમાં ફરજ બજાવતા હોય , VIP બંદોબસ્તમાં હોય, વિધાનસભા સંકુલ – સ્વર્ણિમ સંકુલ – પ્રધાન નિવાસ સ્થાનમાં ફરજ બજાવતા સલામતી રક્ષકોને આ આદેશ લાગુ પડશે નહીં  તે સિવાય ના કર્મચારીઓએ ઓન ડ્યૂટી પોતાના ફોન સ્વિચ ઓફ રાખવા આદેશ થયો છે. અા અાદેશનો ભંગ કરતાં પકડાયા તો પોલીસને અોર્ડરલી રૂમમાં હાજર રખાવીને યોગ્ય શિક્ષા કરાશે. પોલીસ મહાનિર્દેશકના લેખિત અોર્ડરને પગલે પોલીસ હવે મોબાઇલ ઉપયોગ કરતી ઉપરોક્ત કારણો સિવાય તો સજાને પાત્ર બનશે. લોકોની ફરિયાદો સમયસર પૂરી થતી ન હોવા ઉપરાંત પોલીસ કર્મચારીઅો પોલીસ સ્ટેશનોમાં પણ મોબાઇલમાં વ્યસ્ત હોવાની અનેક ફરિયાદો મળી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હવે લેખિત અાદેશને પગલે પ્રજા પણ અા બાબતે કમ્પેલેઇન કરી શકશે. હમણાં જ સરકારે નવતર અભિગમ હેઠળ પોલીસકર્મીઅોને 5,000 ફોન અાપવાનો નિર્ણય કર્યો છે. હવે અોન ડ્યૂટી ફોન ન ઉપયોગ કરવાનો અાદેશથી પોલીસકર્મચારીઅો પણ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે.

પોલીસકર્મીઓને ૪૯૦૦ સ્માર્ટ મોબાઇલ ફોન ડેટા કનેક્ટિવિટી સાથે અપાશે

ગુજરાત સરકાર દ્વારા આજે પોલીસ દળને ‘સ્માર્ટ યુગ’ પ્રત્યે અભિપ્રેત કરવાના નવતર અભિગમ પોકેટ કોપ પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવ્યો છે. રૂપિયા સાડા પાંચ કરોડના ખર્ચે આ પોકેટ કોપ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં દરેક પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ, તપાસ અધિકારી, પી.સી.આર.વેન અને પાસપોર્ટ વેરીફીકેશન કામગીરી સંભાળતા પોલીસકર્મીઓને ૪૯૦૦ સ્માર્ટ મોબાઇલ ફોન ડેટા કનેક્ટિવિટી સાથે આપવામાં આવશે.આ સ્માર્ટ ફોનમાં ૬૮ લાખથી વધુ ગૂન્હાહિત રેકર્ડ ધરાવતી વ્યક્તિઓ-ગુનેગારોની માહિતી સહિતનો ડેટા બેઇઝ આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે. આ પોકેટ કોપ પ્રોજેક્ટનો પ્રયોગ સૌપ્રથમ ગાંધીનગરમાં કરી ૨૧૦૦ નાગરિકોના પાસપોર્ટનું વેરિફિકેશન ઘર બેઠા કરવામાં આવ્યું છે.  આ પોકેટ કોપ પ્રોજેક્ટ લોન્ચ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મોબાઇલ ફોનને પરિણામે પોલીસ કર્મીઓની કાર્યદક્ષતાની વૃદ્ધિ સાથે ગુન્હેગારોનો રેકર્ડ હાથવગો રહેતાં ગૂનાખોરી પર નિયંત્રણ આવશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. તેમણે આગામી ૩ મહિનામાં રાજ્યના તમામ જિલ્લાઓને સી.સી.ટી.વી નેટવર્કથી સાંકળી લેવાની મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી છે.

Related posts

દિલ્હી : આ મૌલાના સામે કેજરીવાલ સરકાર કરશે કેસ, લોકડાઉનની કરી ઐસી તૈસી

Nilesh Jethva

રતન ટાટા બાદ રિલાયન્સ અને ટોરેન્ટ ગૃપે કોરોના સામે લડવા આપ્યું કરોડોનું દાન

Nilesh Jethva

કોરોના : પીએમ મોદીની અપીલ પર આ કંપનીઓએ આપ્યું અધધ ડોનેશન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!