GSTV
Home » News » ડાયનાસોર મ્યુઝિયમનું લોકાર્પણ:10 કરોડ રૂપિયાની વધારાની સહાય મળશે

ડાયનાસોર મ્યુઝિયમનું લોકાર્પણ:10 કરોડ રૂપિયાની વધારાની સહાય મળશે

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ જણાવ્યું છે કે, ગુજરાતના બાલાસિનોર પાસે રૈયાલીના ડાયનાસૌર મ્યુઝિયમ અને ફોસીલ પાર્કને થ્રી ડી ટેક્નોલોજી અને આધુનિક તકનીક સાથે વિશ્વ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા પ્રવાસન વિભાગને 10 કરોડ રૂપિયાની વધારાની સહાય સરકાર આપશે. તેમણે આજે રૈયાલી માં ડાયનાસૌર મ્યુઝિયમનું લોકાર્પણ કરતા હવે ગુજરાત ના પ્રવાસન વિકાસ માં એક નવું મોર પીંચ્છ ઉમેરાયાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું.

મુખ્યમંત્રી એ કહ્યું કે, વિશ્વના પ્રવાસન નકશે ગુજરાતના પ્રવાસન ધામો સાથે હવે આ મ્યુઝિયમ પણ ચમક્યું છે અને ગુજરાતે વિશ્વના દેશોની હરોળમાં અગ્રેસર રહેવાની પરંપરા સાકાર કરી છે વિજય ભાઈ રૂપાણી એ ગુજરાતમાં પ્રવાસન વૈવિધ્યની વિશેષતાઓની વિશદ ભૂમિકા આપતા ટુરિઝમ સરકીટ વિકસાવવાની પણ નેમ દર્શાવી હતી.

તેમણે કહ્યું કે, આ મ્યુઝિયમ અને ફોસીલ પાર્કની મુલાકાત લઈને શાળાના બાળકો થી માંડી ડાયનાસૌરની સૃષ્ટિમાં અને અભ્યાસમાં રસ ધરાવનારા તજજ્ઞો પુરાતત્વ વિદો સંશોધકોને આ જીવાષ્મીની અનેક વાતો ગાથાઓ જાણવા નિહાળવા મળશે. વિજય ભાઈ રૂપાણીએ રૈયાલીનો હવે પ્રવાસન ધામ તરીકે વિકાસ થતાં સ્થાનિક રોજગારીની તકો પણ વધશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

READ ALSO

Related posts

છેલ્લાં કેટલાંક સમયથી વ્હોટસએપ છે ખૂબ ચર્ચામાં, દેશમાં 121 યુઝર્સ જાસૂસીની આ પ્રક્રિયાથી પ્રભાવિત

pratik shah

રાજ્યમાં મગફળીની પુન: ખરીદ પ્રક્રિયા શરૂ કરાઈ, 26 જિલ્લાના 105 તાલુકામાંથી ખેડૂતોએ ટેકાના ભાવે કર્યું વેચાણ

pratik shah

ગાંધીનગરમાં સીએમ ડે.સીએમની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક, પાક નુક્સાનના સર્વેનો રિપોર્ટ કરાયો રજૂ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!