GSTV
Home » News » દિલ્હીની ખરાબ પરિસ્થિતિને જોતા જે ફિલ્મની સૌ કોઈ રાહ જોઈ રહ્યાં હતા તેનું શૂટિંગ લોકેશન બદલી દેવાયું

દિલ્હીની ખરાબ પરિસ્થિતિને જોતા જે ફિલ્મની સૌ કોઈ રાહ જોઈ રહ્યાં હતા તેનું શૂટિંગ લોકેશન બદલી દેવાયું

દેશની રાજધાની દિલ્હીમાં હાલ પરિસ્થિતિ સામાન્ય નથી, પરિણામે ત્યાં હિન્દી ફિલ્મોના શૂટિંગ ઘણા ઓછા થઇ ગયા છે. ઘણા ફિલ્મ નિર્માતાઓ પોતાની ફિલ્મોનું શૂટિંગ દિલ્હીની બદલે અન્ય શહેરોમાં શિફ્ટ કરી રહ્યા છે.

મળેલા રિપોર્ટના આધારે ટાઇગર શ્રોફની ફિલ્મ ‘બાગી ૩’નું શૂટિંગ અને અન્ય બે ફિલ્મોનું શૂટિંગ દિલ્હીની અસામાન્ય પરિસ્થિતિથી વધુ પ્રભાવિત થયું છે. ઘણી નાની બજેટની ફિલ્મો અને વિજ્ઞાપનના શૂટિંગ પણ દિલ્હીનો માહોલને ધ્યાનમાં રાખીને સ્થગિત કરવામાં આવ્યા છે, અથવા તો રદ કરવામાં આવ્યા છે.

બાગી ૩ ના દિલ્હીના શૂટિંગ બાબત એક સૂત્રે જણાવ્યું હતું કે, ‘બાગી ૩’નું શૂટિંગ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં દિલ્હીમાં થવાનું હતું. પરંતુ શહેરમાં બગડેલી પરિસ્થિતિ જોઇને શૂટિંગ રદ કરવું પડયું હતું. ફિલ્મની ટીમ પરિસ્થિતિ સુધરે ત્યાં સુધી રાહ જુએ તેવી શક્યતા ન હોવાથી ફિલ્મના એ દ્રશ્યોનું શૂટિંગ જયપુરમાં થઇ રહ્યું છે.

પ્રિયંકા જોનાસની આગલી ફિલ્મનું શૂટિંગ પણ જામિયા ઇસ્માલિયા વિશ્વવિદ્યાય પાસે થયું હતું. પરંતુ દિલ્હી પોલીસે વિશ્વવિદ્યાલયમાં કાર્યવાહી કરતાં શૂટિંગ રદ કરવું પડયું હતું. આ દરમિયાન ઘણી ફિલ્મોના શૂટિંગ રદ કરવામાં આવ્યા અથવા તો અન્ય શહેરોમાં શિફટ કરવામાં આવ્યા છે. એક નિર્માતાના અનુસાર તેને દિલ્હીમાં શૂટિંગ કરવા માટે ફક્ત બે-ત્રણ કલાકનો જ સમય ફાળવામાં આવ્યો હતો. હાલ દિલ્હીની કથળેલી પરિસ્થિતિ ફિલ્મોના શૂટિંગ માટે યોગ્ય નથી.

READ ALSO

Related posts

દુનિયાના સૌથી ભયંકર ભૂતો બનાવતા જેક ડિવેસે કર્યો અભિષેક બચ્ચનનો કોન્ટેક્ટ, પણ અભિષેક તો….

Bansari

કોરોના વાયરસ કેસમાં ભારતને મળી મોટી સફળતા, દર્દીઓની હાલતમાં આવવા લાગ્યો સુધાર

Mayur

ફાગણ માસમાં કરો આ મહા ઉપાય, જીવનની દરેક સમસ્યાઓ થઇ જશે દૂર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!