GSTV

આ વિભાગે સુપ્રીમ કોર્ટનું કામ કર્યું આસાન, મંદિર 12મી સદીમાં બન્યું જ્યારે મસ્જિદ 16મી સદીમાં

Last Updated on November 10, 2019 by Mayur

સુપ્રીમ કોર્ટે વિવાદિત જગા પર રામમંદિર જ બને તેઓ જે ઐતિહાસિક ચૂકાદો આપ્યો તેમાં ભારતના પુરાતત્વ ખાતાના (આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા) સંશોધિત રિપોર્ટ પણ નિર્ણાયક ભુમિકા ભજવી છે.સુપ્રીમ કોર્ટે ચૂકાદામાં પુરાતત્વ ખાતાના પ્રમાણને રજૂ કરી એક મહત્વના તારણનો આધાર લીધો કે જે ભુમિ પર મસ્જિદ બનેલી હતી તે ભૂમિ એમ જ ખાલી પડેલી નહોતી. તેના ખોદકામ અને આજુબાજુના વિસ્તારોમાંથી મંદિરના અવશેષો મળી આવ્યા હતા.જો કે કોર્ટે એમ પણ કહ્યું હતું કે એ પૂરવાર નથી થતું કે કોઇએ મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી. આમ છતાં પુરાતત્વ વિભાગે મેળવેલા અવશેષો, ધર્મગ્રંથોનો સંદર્ભ લેતા અયોધ્યા રામજન્મભૂમિ છે તેવું કહી શકાય.

પુરાવાઓ એ વાતને વધુ પુરવાર કરે છે કે આ વિવાદિત જમીનની માલિકી હિન્દુ જુથને મળવી જોઇએ. કોર્ટે એ સ્પષ્ટતા કરી હતી કે પુરાતત્વ વિભાગના રિપોર્ટ તેમજ કોર્ટની દલિલોને જ તેઓએ નજરમાં રાખી છે નહીં કે હિન્દુ ધર્મની શ્રધ્ધા છે એટલે અમે આવો ચૂકાદો આપ્યો છે.પુરાતત્વ વિભાગે અયોધ્યાની ભૂમિના ખોદકામ દરમ્યાન જે અવશેષો મેળવ્યા તેમાંથી એવું ફલિત થાય છેકે 1856 પહેલા આ ભૂમિના ઢાંચા પરના મંદિરમાં શ્રધ્ધાળુઓ દ્વારા પ્રાર્થના થતી હશે. તે પછી તેઓને અંદર પ્રવેશવાની મનાઇ હતી અને તેઓ બહારથી પ્રાર્થના કરવા આવતા હતા.

1976-77 અને 2003માં એમ બે વખત અયોધ્યાની વિવાદિત ભુમિ પર પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું. ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રડાર (જીપીઆર) ટેકનોલોજીથી આ પ્રક્રિયા હાથ ધરાઇ હતી અને તે માટેની જગવિખ્યાત તોજો ડેવલપમેન્ટ ઇન્ટરનેશનલની મદદ લેવાઇ હતી.પુરાતત્વ વિભાગે તેમના અવશેષો અને રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ઇસુ સવંત અગાઉની 13મી સદીના કુશાન, શુંગ અને ગુપ્ત સમયના એવા અવશેષો મળ્યા છે જેમાં 15 બાય 15 મીટરનું એક પ્લેટફોર્મ છે જેની મધ્યે કોઈ ચીજવસ્તુ મુકાતી હોય તેવી તેની રચના છે.

ઉપર ફરતું મંદિર આકારનું શિખર 7 થી 10મી સદીનું મળી આવ્યું છે. એક ઇમારતના અવશેષો 11-12મી સદીના છે. જે નવું વિવાદિત બાંધકામ (મસ્જિદ) છે તે 16મી સદીની બનેલી છે.તેની આજુબાજુના ખોદકામમાં 50 થાંભલાઓનો કોઇ ઢાંચો હોય તેમ જણાય છે. આ ઉપરાંત બૌધ્ધ અને જૈન ધર્મના ધર્મસ્થળોના અવશેષો પણ ધરબાયેલા હતા. જે મસ્જિદ પહેલાના છે. આવા થોકબંધ પુરાવાને લીધે રામમંદિર તરફી કેસ મજબુત બની ગયો હતો.

READ ALSO


Related posts

ડિજીટલ ઈન્ડિયા: પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે ઈ-રૂપી (વાઉચર), જાણો કેવી રીતે કામ કરશે ડિજીટલ પેમેન્ટ

Pravin Makwana

કોરોનાના વધતા કેસોને લઇ કેન્દ્રની રાજ્યોની ચેતવણી, 10 ટકાથી વધુ સંક્રમણવાળા જિલ્લાઓમાં કડક પ્રતિબંધ લાદે

Damini Patel

સરકાર સંસદમાં-વિપક્ષ બારણે: સંસદના ચોમાસું સત્રમાં ફક્ત 18 કલાક કામ થયું, પ્રજાના 133 કરોડ રૂપિયાનો ધૂમાડો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!