GSTV

હવે ખાસ સાચવજો/ આલ્ફાની સરખામણીએ કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ 40થી 60 ટકા વધુ ઝડપથી ફેલાય છે, આ લોકોને સૌથી વધુ ખતરો

કોરોના

Last Updated on July 19, 2021 by Bansari

નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. એનકે અરોરાની ટીમે કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ B1.617.2ને લઇને નવી રિસર્ચ કરી છે. જે બાદ તેમણે જણાવ્યું કે, કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ B1.617.2 આલ્ફા વેરિએન્ટની તુલનામાં વધુ ખતરનાક છે. ડેલ્ટા વેરિએન્ટથી આલ્ફાના મુકાબલે 40થી 60 ટકા વધુ સંક્રમણ ફેલાવાનો ખતરો છે. સાથે વેક્સીનને લઇે આઇસીએમઆર દ્વારા કરવામાં આવેલા અભ્યાસ અનુસાર જાણવા મળ્યું કે વર્તમાનમાં આપવામાં આવેલ કોરોના વેક્સીન ડેલ્ટા વેરિએન્ટની સામે પ્રભાવી છે.

કોરોના

રિસર્ચ અનુસાર જો વધુમાં વધુ લોકોનું રસીકરણ થઇ જાય તો કોરોનાના કોઇપણ વેરિએન્ટને સરળતાથી હરાવી શકાય છે. ડો.એન કે અરોરા કહે છે કે, એ કહેવુ મુશ્કેલ છે કે ડેલ્ટા વેરિએન્ટના કારણે થતી બિમારી વધુ ગંભીર છે. સાથે જ ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાના બે ડોઝ કોરોનાના B1.617.2 વેરિએન્ટ સંક્રમણને રોકવામાં 80 ટકાથી વધુ પ્રભાવી છે. આ જાણકારી યુકે સરકારના નવા રિસર્ચમાં કથિતરૂપે સામે આવી હતી. ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સીનને સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા તરફથી કોવિશીલ્ડ રૂપે તૈયાર કરવામાં આવી રહી છે. આ સમયે આ વેક્સીન ભારતમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી રહી છે.

કોરોના

કોને છે વધુ ખતરો

આ વેરિએન્થી નાના બાળકો અને વૃદ્ધોને વધુ ખતરો છે. મેડિકલ સાયંસ વિશેષજ્ઞો અનુસાર બાળકોના આ વેરિએન્ટમાં વધુ ધ્યાન રાખવુ પડશે કારણ કે જે મોટા છે તેમનું વેક્સીનેશન તો થઇ ગયું છે પરંતુ બાળકોનું વેક્સીનેશન હજુ નથી થયું, તેવામાં બાળકો પોતાના ઘરના મોટેરાઓ પર જ આધારિત હશે. તેથી જે મોટા છે, તે જો બહાર જાય તો કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયરને ફોલો જરૂર કરે, એટલે કે માસ્ક, 6 ફૂટનું અંતર, હેંડ સેનિટાઇઝેશનની સાથે સાથે બહારથી આવ્યા બાદ સાબુથી હાથ જરૂર ધોવે.

ભારતમાં ડેલ્ટા વેરિએન્ટ સૌથી પહેલા સામે આવ્યો હતો, જેને વૈજ્ઞાનિકો દ્વારા B.1.617.2 કહેવામાં આવ્યો. ડેલ્ટા વેરિએન્ટના સ્પાઇક પ્રોટીનની ઉપર વર્તમાન લ્યૂસિન અમીનો એસિડમાં મ્યુટેશનના કારણે ડેલ્ટા પ્લસ વેરિએન્ટ સામે સામે આવ્યો છે જેને B.1.617.2.1 કહેવામાં આવી રહ્યો છે. ભારતમાં કોવિડ 19 મહામારીની બીજી લહેરનુ કારણ ડેલ્ટા વેરિએન્ટ જ હતુ. આ વાયરસના મ્યુટેશનનું એક વર્ઝન છે ડેલ્ટા પ્લસ. નેશનલ ટેક્નીકલ એડવાઇઝરી ગ્રુપ ઓફ ઇમ્યુનાઇઝેશન ઇન ઇન્ડિયાએ ડેલ્ટા પ્લસ વેરિએન્ટની ઓળખ 11 જૂને કરી હતી.

Read Also

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!