GSTV
Home » News » દિલ્હી સરકારનું શાળાઓ સામે આકરૂ વલણ, 9 ટકા વ્યાજ સાથે વાલીઓને ફી પરત કરવા આદેશ

દિલ્હી સરકારનું શાળાઓ સામે આકરૂ વલણ, 9 ટકા વ્યાજ સાથે વાલીઓને ફી પરત કરવા આદેશ

ગુજરાતમાં શાળા સંચાલકોની મનમાની સામે ભાજપ સરકાર પાણીમાં બેસી ગઇ. અને શાળાઓને મનફાવે તેમ ફી લૂટવાની મંજૂરી આપી દીધી. પરંતુ દિલ્હી સરકાર ખાનગી શાળાઓની મનમાની સામે આકરા પાણીએ છે. દિલ્હીની ખાનગી શાળાઓ પર સરકારે આકરો નિર્ણય લીધો છે.

દિલ્હી સરકારે 575 ખાનગી શાળાઓને નોટિસ આપીને વહેલી તકે વધારાની ફી વાલીઓને પરત કરવા જણાવ્યું છે. એટલું જ નહીં સરકારે આ ખાનગી શાળાઓને વધારાની ફી 9 ટકા વ્યાજ સાથે વાલીઓને પરત કરવાનો નિર્દેશ આપ્યો છે. દિલ્હી સરકારની કડકાઇના કારણે દિલ્હીમાં મોટા ભાગની ખાનગી શાળાઓએ ફી વધારો પરત ખેંચી લીધો. જો કે કેટલીક શાળાઓએ મનમાની ચાલુ રાખતા ફી ઘટાડી ન હતી.

જે બાદ સરકારે આવી શાળાઓ સામે કડક પગલા લેતા 575 શાળાઓને નોટિસ ફટકારી. જનતા સંવાદ દરમિયાન કેટલાક વાલીઓએ સીએમ કેજરીવાલને શાળાઓની ફરિયાદ કરી હતી. જે બાદ વાલીઓની પરેશાની ધ્યાને રાખીને કેજરીવાલ સરકારે કડક નિર્ણય કર્યો છે. દિલ્હી સરકાર મુજબ ખાનગી શાળાઓ દ્વારા મનમાની રીતે ફી વધારો કરવો સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના નિર્ણયનું ઉલ્લંઘન છે.

Related posts

દૂધથી વધારે ફાયદાકારક છે બિયર, PETAએ કરેલા દાવાથી હેરાન થયા લોકો

Dharika Jansari

મલ્ટીકલર સાડી પહેરીને એવોર્ડ લેવા પહોંચી આલિયા, જુઓ તેનાં સ્ટાઈલિશ PHOTOS

pratik shah

Video: વિલિયમ્સે વિરાટ કોહલી સામે આ રીતે લીધો બદલો, આઉટ થતાં જ કર્યો આવો ઇશારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!