GSTV

ભારત સામેની છેલ્લી સિરીઝનો પરાજય આ ખેલાડીને આજેય સતાવે છે

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને ડિસેમ્બરમાં ટેસ્ટ સિરીઝ રમવાની છે. ભારતે છેલ્લે 2018-19માં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો ત્યારે વિરાટ કોહલીની ટીમે 2-1થી સિરીઝ જીતી હતી. એ પરાજયને આજેય ઓસ્ટ્રેલિયાનો એક ખેલાડી ભૂલી શક્યો નથી. ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના કેપ્ટન ટિમ પેઇને જણાવ્યું હતું કે એ વખતના સિરીઝ પરાજય આજે પણ તેને ખટકી રહ્યો છે. જોકે ઓસ્ટ્રેલિયા હવે બહેતર ટીમ બની ગઈ છે અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પરત મેળવવા માટે સક્ષમ છે તેમ તેણે ઉમેર્યું  હતું.

સિરીઝ

એ વખતે ભારતનો 2-1થી વિજય થયો હતો. રવિ શાસ્ત્રીના કોચિંગ અને વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતે સફળતા હાંસલ કરી હતી અને ફરી વાર આ જ બે કોચ-કેપ્ટન ભારતને સિરીઝમાં વિજય અપાવવા પ્રયાસ કરવાના છે. બે વર્ષ અગાઉ ટિમ પેઇન જ કાંગારું ટીમનો સુકાની હતો પરંતુ એ વખતે તેની પાસે કપ્તાનીનો ખાસ અનુભવ ન હતો કેમ કે તે પહેલી વાર ટીમની આગેવાની લઈ રહ્યો હતો.

2018માં ઓસ્ટ્રેલિયાની ટીમના સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન બોલ ટેમ્પરિંગના વિવાદમાં સંડોવાયા હોવાને કારણે સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો અને તેમની ગેરહાજરીમાં ટિમ પેઇનને સુકાનીપદ સોંપવામાં આવ્યું હતું.

પેઇને જણાવ્યું હતું કે દેખીતી રીતે જ એ પરાજય આજે પણ મને સતાવી રહ્યો છે. તમારી ટીમમાં સ્મિથ કે વોર્નર હોય કે ન હોય પરંતુ કોઈ પણ ટીમને પરાજય પોષાતો હોતો નથી. કોઈ ટીમ હારવા માગતી નથી. આમ એ બાબત મને સતાવી રહી છે અને આ વખતે હું તેમાંથી બહાર આવવાનો પ્રયાસ કરીશ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

હાર્દિક પંડ્યાના પિતાના અંતિમ સંસ્કાર/ બંને દિકરાઓએ પિતામ્બર પહેરી પિતાને આપી કાંધ, અંતિમ સંસ્કાર વેળાએ ભાવૂક થયો હાર્દિક

Pravin Makwana

મોડાસામાં UGVCLના કર્મચારીઓએ પડતર માંગ સાથે વિરોધ કર્યો, 3 હજાર કર્મી હડતાળ પર ઉતર્યા

Pravin Makwana

દરરોજ ખોરાક લેતા સમયે કરો દહિંનુ સેવન, પેટને લગતી સમસ્યાઓથી મળશે છુટકારો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!