GSTV
Cricket Sports Trending

IPL 2022 / હાઈસ્કોરિંગ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની હાર, દિલ્હીના બોલરો-બેટરોનો કમાલ

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે 50મી મેચ રમાઈ હતી. જેમાં હૈદરાબાદ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી પ્રથમ બેટિંગ કરતા શરૂઆત ખરાબ રહી હતી જોકે, બાદમાં દિલ્હીના બેટરોએ આક્રમક બેટિંગ કરતા 208 રનનો વિશાળ લક્ષ્ય ખડક્યો હતો જેના જવાબમાં હૈદરાબાદની ટીમ 186 રન જ બનાવી શકી હતી. પરિણામે હૈદરાબાદને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.

પોવેલ અને વોર્નરની જોડી

ડેવિડ વોર્નર અને રોવમેન પોવેલે ચોથી વિકેટ માટે 66 બોલમાં અણનમ 122 રન બનાવ્યા હતા. IPL 2022માં દિલ્હી માટે આ પ્રથમ સદીની ભાગીદારી હતી. આ જોડીએ મેદાનના દરેક જગ્યાએ રન બનાવ્યા અને હૈદરાબાદના બોલરોને ધોઈ નાખ્યા હતા.

ઉમરાન મલિકે IPL ઈતિહાસનો બીજો સૌથી ઝડપી બોલ ફેંક્યો

સનરાઈઝર્સ હૈદરાબાદના ઉમરાન મલિકે આઈપીએલના ઈતિહાસનો બીજો સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો. દિલ્હી કેપિટલ્સની ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં મલિકે 157 KMPHની ઝડપે બોલિંગ કરી હતી. આ સિઝનની સૌથી ઝડપી ડિલિવરી હતી. ઉમરાન મલિકે IPL 2022માં સતત ધમાલ મચાવી રહ્યો અને પોતાની સ્પીડથી બધાને ચોંકાવી દીધા છે.

Read Also

Related posts

ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટને લઈને અદાણીએ લીધો મોટો નિર્ણય, આ વર્ષ પછી જ કરશે રોકાણ

HARSHAD PATEL

મહાભારતના યુદ્ધમાં વપરાયેલા દૈવી શસ્ત્રો, તેમાંથી એક બ્રહ્મશિરાને લીધે અશ્વત્થામા હજુ પણ ભટકી રહ્યા છે!

Kaushal Pancholi

ઉનાળામાં ઘરે બનાવો મેંગો જામ, સ્ટોર કરી આખું વર્ષ તેનો આનંદ લો

Drashti Joshi
GSTV