GSTV
Banaskantha Trending ગુજરાત

મા અંબાના નહીં થાય દર્શન/ ઉત્તર ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે આટલા દિવસો રહેશે બંધ

અંબાજી

ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતાના મંદિરને દર્શનાર્થીઓ માટે હવે 11મી જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલાં 4થી જૂન સુધી મંદિર બંધ રહેવાનું હતું પરંતુ કોરોના સંક્રમણમાં સાવચેતીના પગલાં રૂપે મંદિર ખોલવામાં એક સપ્તાહ લંબાવાયું છે.

અંબાજી

કોરોના સંક્રમણ વધતાં આ મંદિરને જનતા માટે બંધ કરવામાં આવ્યું

ગુજરાત અને દેશના વિવિધ રાજ્યોના યાત્રીઓ વારંવાર અંબાજી મંદિરના દર્શને આવતા હોય છે પરંતુ કોરોના સંક્રમણ વધતાં આ મંદિરને જનતા માટે બંધ કરવામાં આવ્યું છે. અંબાજીના ભાવિક ભક્તોને હજી 11મી જૂન સુધી પ્રતિક્ષા કરવી પડે તેમ છે, કેમ કે આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે અવધિ લંબાવવાનો નિર્ણય કર્યો છે.

અંબાજી

મંદિરમાં પૂજા અને આરતી નિયમિત કરવામાં આવશે

ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે મંદિરના પૂજારીઓ દ્વારા મંદિરમાં પૂજા અને આરતી નિયમિત કરવામાં આવશે પરંતુ તેમાં ભાવિક ભક્તો જોડાઇ શકશે નહીં. જો કોરોના સંક્રમણ નિયંત્રણમાં હશે તો ટ્રસ્ટ દ્વારા મંદિરને દર્શનાર્થીઓ માટે ખોલવાનો નિર્ણય 11મી જૂને લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે શામળાજી પછી અંબાજી મંદિરમાં ભાવિક ભક્તો માટે ટ્રસ્ટ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવો નહીં. મંદિરના પ્રવેશદ્વારે બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. આ પહેલાં શામળાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને આવનારા ભક્તો માટે પ્રવેશ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ આદેશનું પાલન પુરૂષ અને મહિલાઓએ કરવાનું રહેશે.

Read Also

Related posts

ભાજપનો પોપટ થઈ ગયો? / લિકર કૌભાંડના આરોપીઓમાં સિસોદિયાનું નામ જ નહીં, CBIએ 10 હજાર પાનાની ચાર્જશીટ કરી દાખલ

Hardik Hingu

દેશને ટૂંક સમયમાં મળશે Tilting Trains, વળાંકવાળા ટ્રેક પર મોટરબાઈકની જેમ વળવા માટે હશે સક્ષમ

GSTV Web Desk

ગુજરાત ચૂંટણી / પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર થશે મતદાન,  788 ઉમેદવારો છે મેદાનમાં

Nakulsinh Gohil
GSTV