GSTV
Home » News » મરાઠા સમાજને આરક્ષણ આપવાનો નિર્ણય પણ સરકારને પડશે આટલી મુશ્કેલી

મરાઠા સમાજને આરક્ષણ આપવાનો નિર્ણય પણ સરકારને પડશે આટલી મુશ્કેલી

મહારાષ્ટ્ર સરકારે રવિવારે રાજ્ય પછાત પંચની ભલામણોને સ્વીકારી. અને મરાઠા સમાજને અનામત આપવાનો નિર્ણય લીધો. પરંતુ આ નિર્ણયથી સરકારને કાયદાકીય પડકારોનો સામનો કરવો પડી શકે છે. મહારાષ્ટ્રના વરિષ્ઠ પ્રધાન અને સરકારી અધિકારી દાવો કરી રહ્યાં છે કે રાજ્યની કુલ જન સંખ્યામાં 30થી 32 ટકા મરાઠા સમુદાયના લોકો છે. તેથી તેમને 50 ટકાનું પ્રમાણસર અનામત પ્રાપ્ત થશે. તેનો મતલબ એ હશે કે સમુદાયના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અંતર્ગત 15થી 16 ટકા અનામત મળશે.

પરંતુ મરાઠાની ઉપજાતી કુનબી સમુદાય જે પછાત માનવામાં આવે છે. ત્યારે દાવો છે કે પૂરા રાજ્યની જનસંખ્યામાં મરાઠાઓની ભાગીદારી માત્ર 30માંથી 12 ટકા જ છે. ત્યારે કુનબી સેનાના મુખિયા વિશ્વનાથ પાટિલે કહ્યું કે જનસંખ્યામા મરાઠાઓની 30 ટકા હિસ્સાવાળો આંકડો ખોટો છે. મરાઠાઓ અને રાજ્ય સરકરે કુનબી જનસંખ્યાની ગણતરી પણ મરાઠા સમુદાય સાથે કરી છે. અમે મરાઠાની ઉપજાતી છીએ અને તેઓ અમને તેમનો ભાગ નથી માનતા. જો કુનબીને આ ફિગરમાંથી હટાવી તે તો રાજ્યમાં મરાઠાઓની સંખ્યા 12 ટકા જ છે.

Related posts

રાજકોટમાં ભારતનું શુભમૂહૂર્ત : ગુજરાતનું આ મેદાન હતું ભારત માટે અપશુકનિયાળ

Mayur

ટ્રમ્પ ભલે ના પાડે પણ અમેરિકાએ સ્વીકારી લીધું કે ઈરાનના હુમલામાં અમને થયું છે ભારે નુક્સાન

Arohi

2000ની નોટમાં થયો છે મોટો ખુલાસો, હાથમાં પકડતાં 10 વાર વિચાર કરજો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!