અમેરિકા અને રશિયા વચ્ચે થયેલી પરમાણુ સંધિને ખતમ કરવાનો થયો નિર્ણય, આવી શકે છે આવા પરિણામ

અમેરિકા અને રશિયા વચ્ચેની દુશ્મનાવટ ખતમ થવાનું નામ લઇ રહી નથી. અમેરિકાની ટ્રમ્પ સરકારે હવે રશિયા સાથેની દાયકાઓ જૂની પરમાણુ હથિયાર સંધિને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે વિશ્વમાં ફરી એકવાર પરમાણુ હથિયારોની દોડ જોવા મળી શકે છે. ટ્રમ્પ તંત્ર પરમાણુ સંધિને રશિયા અને ચીન સાથે મુકાબલો કરવા માટે હદથી વધારે અડચણ તરીકે જુએ છે. જેથી અમેરિકાએ આ સંધિથી અલગ થવાનો નિર્ણય લીધો. અમેરિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આ નિર્ણયને અમેરિકાની સંભવિત નવી મિસાઈલોની તૈનાતીને લઈને તેના સહયોગી દેશો સાથે સંવેદનશીલ મંત્રણાનો માર્ગ તૈયાર કરી દીધો છે.

પોતાના નિર્ણયને સ્પષ્ટ કરતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોસ્કો પર 1987ની ઈન્ટરમીડિયટ રેન્જ ન્યૂક્લિયર ફોર્સીઝ સંધિનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો. મોસ્કોએ આ ઉલ્લંઘનનો ઈનકાર કર્યો અને વોશિંગ્ટન પર વિવાદને સુલઝાવવા માટે તેના પ્રયાસોને રોકવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસમાં ડેમોક્રેટ્સ અને કેટલાક હથિયાર નિયંત્રણ પક્ષકારોએ ટ્રમ્પના નિર્ણયની ટીકા કરતા આને હથિયારોની દોડ માટે રસ્તો ખોલનારુ ગણાવ્યું. ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું કે અમેરિકા પશ્ચિમ યુરોપ સુધી માર કરવામાં સક્ષમ રશિયાની પ્રતિબંધિત ક્રૂઝ મિસાઈલોની તેનાતીના વિકલ્પના જવાબમાં પોતાની સેનાને વિકસિત કરવા માટે આગળ વધશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter