GSTV

બાળકો સ્માર્ટક્લાસ અને લેપટોપ પર અભ્યાસ કરશે એ દિવસો હવે દૂર નથી, રૂપાણી સરકાર કરશે પૂરૂ આ સપનું

ગુજરાત સરકારે શિક્ષણનું સ્તર વધુ સારુ બને તે માટે રાજ્યની 500 સરકારી શાળાઓને સ્કુલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવાનો નીર્ણય કર્યો છે. જે માટે રાજ્ય સરકારે 250 કરોડની જોગવાઇ કરી છે. આમ હવે ગુણવતાયુકત શિક્ષણ આપવાની દીશામા સરકારે એક નવું ડગલું માંડ્યુ હોવાથી આગામી દિવસોમા રાજ્યની શાળાઓનું ચિત્ર બદલાશે તેવી આશા જાગી છે.

શાળામાં આધુનિક લેબ હશે

જો રાજ્ય સરકારે કરેલા નિર્ણય મુજબ કાર્ય થયું તો હવે એ દિવસો દુર નથી જ્યારે રાજ્યમાં સરકારી શાળાઓના બાળકો ગુગલ કલાસ રુમ-સ્માર્ટ કલાસ રુમમાં લેપટોપ પર અભ્યાસ કરતા હશે. શાળામાં આધુનિક લેબ હશે. રમત-ગમતની સુવિધાઓ હશે.
આ વર્ષે બજેટમાં કરાયેલી મહત્વની જાહેરાતમાં સ્કુલ ઓફ એક્સલન્સનો સમાવેશ થાય છે. જેમાં 250 કરોડના ખર્ચે 500 જેટલી સરકારી શાળાઓ નવા ક્લેવર ધારણ કરશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પહેલાથી કાંકરિયા શાળા નંબર-6ને આ સ્માર્ટ શાળા બનાવામા આવી છે. જે રાજ્યની પ્રથમ સ્માર્ટ શાળા બની છે.

સ્માર્ટ શાળાને કારણે ગરીબ બાળકોને સારી શાળામાં ભણવા મળશે

થોડા મહિના પહેલા જ આ શાળાનુ લોકાર્પણ કરવામા આવ્યુ છે. ત્યારે હવે તંત્ર બીજી પણ આ પ્રકારની શાળા તૈયાર કરી રહ્યુ છે જેની ખુશી વિદ્યાર્થીઓમાં છે. આજે જ્યારે ખાનગી શાળાઓની ફી ઉંચી જોવા મળી રહી છે. ત્યારે સરકાર દ્વારા લેવામા આવેલ આ નિર્ણય ખરેખર આવકારદાયક છે. સ્માર્ટ શાળાને કારણે ગરીબ બાળકોને પણ સારી શાળામાં ભણવા મળશે આધુનીક ટેકનોલોજીથી શિક્ષણ મળશે. બસ હવે એક જ સવાલ છે કે ખરેખરમાં બજેટમાં કરાયેલી આ જાહેરાત કેટલા અંશે લાગૂ કરાય છે.

READ ALSO

Related posts

કોરોનાના ફફડાટ વચ્ચે સારા સમાચાર એ છે કે 102 દર્દીઓ સાજા થયા : દેશમાં ગુજરાતનો રેકોર્ડ ખરાબ, 6નાં મોત, 1 રિકવર અને 69 કેસ

Karan

ઓ બાપ રે… જો આ વ્યક્તિની ભવિષ્યવાણી અમેરિકા માટે સાચી પડી તો ટ્રમ્પની સત્તા હચમચી જશે, ભારત આવવાનો પણ નહીં થાય ફાયદો

Karan

અમદાવાદમાં ધાબા પર એકઠા થયેલાં શખ્સો સામે ગુનો દાખલ

Karan
Do NOT follow this link or you will be banned from the site!