GSTV

આસામમાં ભારે વરસાદ અને પૂરના કારણે મૃત્યુઆંક 47 પર પહોંચ્યો, રાહત અને બચાવ માટે સેના મદદે

આસામમાં ભારે વરસાદ અને પૂરના કારણે મૃત્યુઆંક 47 પર પહોંચ્યો છે. જ્યારે રાહત અને બચાવ  માટે  સેનાની મદદ લેવામા આવી. આસામના 27 જિલ્લામાં જળબંબાકાર છે. જેથી 49 લાક લોકોને અસર થઈ.  છેલ્લા 6 દિવસમાં સેનાએ 488 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 11 લોકોના મોત થયા છે. માનવી સાથે વન્યજીવો પણ પૂરથી પ્રભાવિત થયા છે.  કાઝીરંગા નેશનલ પાર્કનો 90 ટકા ભૂ-ભાગ પાણીમાં ગરકાવ થયો છે. આસામમાં 1.79 લાખ હેકટર ખેતીલાયક જમીન પાણીમાં ડૂબી છે.

જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂરગ્રસ્તોને તમામ રાહત પહોંચાડવાના આદેશ આપ્યા છે. પૂરની સ્થિતિ અંગે ભાજપના 10 સાંસદોએ પીએમ મોદીને રિપોર્ટ સોંપ્યો છે. મહત્વપૂર્ણ છે કે, આસામ પૂરના કારણે છેલ્લા 10 દિવસથી બેહાલ છે. જેથી જનજીવન પર અસર થઈ છે.

Read Also

Related posts

ચૂંટણી પંચે બંધારણીય સત્તાનો ઉપયોગ કરી રાજ્યસભાની ચૂંટણી વધુ સમય સુધી રાખી મોકૂફ

Mansi Patel

સંકટમાં પણ પાકિસ્તાને નથી છોડી ‘સ્વામી ભક્તિ’, Corona માટે ચીન નહીં આ દેશને ઠેરવ્યો જવાબદાર

Bansari

PM મોદીનો નવો મંત્ર: દીવો કરો, કોરોના ભગાવો, દેશવાસીઓ પાસે માગી 9 મિનિટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!