GSTV

દિલ્હીમાં હિંસાના કારણે મૃતક આંક 36 સુધી પહોંચ્યો, ઘણા ખરા વિસ્તારોમાં શાંતિ જોવા મળી

ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસામાં મૃત્યુઆંક વધીને 36 થઇ ગયો છે. દિલ્હીના શાહદરાના જગ પ્રવેશ ચંદર હોસ્પિટલમાં વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. જ્યારે કે 250થી વધુ ઘાયલોનો દિલ્હીની જીટીબી અને એલએનજેપી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

106 લોકોની કરવામાં આવી ધરપકડ

અહિંયા જાફરાબાદ-મૌજપુર અને આસપાસના વિસ્તારોમાં 23, 24 અને 25 ફેબ્રુઆરીએ મોટાપાયે હિંસા થઇ હતી. આ દરમિયાન તોફાનીઓએ પથ્થરમારો, આગચંપી અને ફાયરિંગ કર્યું. જો કે બુધવાર અને ગુરૂવારે શાંતિ જોવા મળી. હિંસાની કોઇ ઘટના સામે ન આવી. હિંસાના મામલે દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં 18 એફઆઇઆર નોંધી છે. અને 106 લોકોની ધરપકડ કરી છે. હવે પોલીસની નજર પાડોશી રાજ્યમાંથી દિલ્હીમાં આવીને તોફાન કરનારા ઉપદ્રવીઓ પર છે.

સ્થિતિ સામાન્ય થતાં FIR નોંધવામાં આવશે

આ ઉપરાંત અનેક વોટ્સએપ ગ્રુપ અને વાયરલ વીડિયો પણ પોલીસ ફંફોળી રહી છે. બીજી તરફ દિલ્હીના સ્પેશિયલ પોલીસ કમિશનર એસ.એન.શ્રીવાસ્તવે કહ્યું કે જેમ જેમ સ્થિતિ સામાન્ય બનશે તેમ તેમ વધુ એફઆઇઆર નોંધવામાં આવશે. અને કાયકાકીય કાર્યવાહી કરવામાં આવશે. વહેલીતકે વધુ લોકોની ધરપકડ કરવામાં આવશે.

આ વિસ્તારોમાં શાંતિ

દિલ્હીના હિંસાગ્રસ્ત જાફરાબાદ, મૌજપુર, ચાંદબાગ, ગોકલપુર અને ભજનપુરા સહિત આસપાસના વિસ્તારોમાં માહોલ શાંત છે. પોલીસ અને અર્ધસૈનિક દળોના જવાનો ફ્લેગ માર્ચ કર્યુ. મોટાભાગની દુકાનો બંધ છે. અને માર્ગો સુમસામ ભાસતા જોવા મળ્યા. તણાવભર્યા માહોલમાં લોકોએ ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું. સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઇ રહી છે. જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ લેવા માટે લોકો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. જો કે દવાની દુકાન અને ખાવા-પીવાની ચીજવસ્તુઓની દુકાનો હજુ પણ બંધ છે. દિલ્હી પોલીસના જોઇન્ટ કમિશનર ઓપી મિશ્રાએ ફ્લેગ માર્ચમાં લોકોને કહ્યું કે હવે દુકાનો ખોલી શકાય છે. ડરવાની કોઇ વાત નથી. પોલીસ તમારી સાથે છે.

READ ALSO

Related posts

રાજ્યભરમાં કોરોનાનું સંકટ દિવસેને દિવસે વધી રહ્યુ છે, કુલ પોઝીટીવ કેસની સંખ્યા 150ને પાર

pratik shah

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ વકર્યો છે, ત્યારે સરકારે એન-૯૫ માસ્ક અને પીપી સૂટનાં વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો

pratik shah

કોરોના : RBIના પૂર્વ ગવર્નર અને જાણીતા આંકડા શાસ્ત્રી રઘુરામ રાજને ભારતને આપી આ ચેતવણી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!