GSTV
India News Trending

કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા 2715એ પહોંચી, 24 કલાકમાં 401 નવા કેસ આવ્યા સામે

ચીનમાં ફેલાયેલ કોરોના વાઈરસ ક્યારે કાબૂમાં આવશે તે એક ગંભીર પ્રશ્ન બની ગયો છે. 26 ફેબ્રુઆરી એટલે કે આજના સર્વે પ્રમાણે આ વાઈરસના કારણે મૃતકોની સંખ્યા કુલ 2715 સુધી પહોંચી ચુકી છે. જોકે ચીનમાં 29700 લોકો આ વાઈરસની ઝપેટમાંથી બહાર પણ આવ્યા છે. પરંતુ હજુ પણ 78000 જેટલા દર્દીઓ આ વાઈરસથી પીડાઈ રહ્યા છે. જોકે છેલ્લા 24 કલાકમાં આ વાઈરસને કારણે 52 લોકોના મોત થઈ ચુક્યા છે અને 401 જેટલા નવા કેસ સામે આવ્યા છે.

વિશ્વના 31 દેશોમાં પગ પેસારો

ચીનથી ફેલાયોલો કોરોના વાઈરસ અત્યારસુધીમાં વિશ્વના 31 દેશોમાં પગ પેસારો કરી ચૂક્યો છે. આ લીસ્ટમાં હવે પશ્ચિમી એશિયાના બે દેશો બહેરીન અને કુવૈતનો પણ સમાવેશ થયો છે. આખી દુનીયામાં અત્યાર સુધીમાં 77 હજાર 150 લોકો આ વાઈરસથી અસરગ્રસ્ત થઈ ચૂક્યા છે અને 2 હજાર 592 લોકો આ વાઈરસની અસરથી મોતને ભેટી ચૂક્યા છે. ત્યાં જાપાનના દરિયાકાંઠે ડાયમંડ પ્રિંસેસ જહાજમાં હાજર વધુ બે ભારતીય કોરોના વાઈરસથી અસરરગ્રસ્ત થયા છે. તે સાથે જ હવે આ વાઈરસથી ચેપી ભારતીય લોકોની સંખ્યા 14 સુધી પહોંચી ગઈ છે.

દક્ષિણ કોરિયામાં 70 નવા કેસોની પુષ્ટી

દક્ષિણ કોરિયાએ સોમવારે બપોરે કોરોનાના 70 નવા કેસોની પુષ્ટી કરી છે, તે પછી કોરિયામાં હવે કોરોના વાઈરસના કેસ વધીને 763 થઈ ગયા છે અને 7 લોકોની મોત થઈ છે. કોરિયા સેન્ટર ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ (કેસીડીસી)ની વેબસાઈટ પર બહાર પડાયેલા ડેટા અનુસાર રોજ બરોજ કોરોનાના કેસમાં 200થી વધારેની વૃદ્ધી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ચીન પછી દક્ષિણ કોરીયામાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે અને તેમાં પણ છેલ્લા કેટલાક દિવસથી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

ચેપના ઘણા કિસ્સા નોંધાયા

ગત સપ્તાહે દક્ષિણના શહેર દેગુમાં ધાર્મિક સ્થાપનામાં ચેપના ઘણા કિસ્સા નોંધાયા હતા. દક્ષિણ કોરીયાએ ભારતીય દૂતાવાસની એડવાઈઝરી કમિટીની વાતને ધ્યાન આપી ત્યાંના બે દેયગૂ અને કાઉંટીને વિસ્તારને વિશેષ સંભાળ ઝોન જાહેર કર્યા છે. ત્યાં હવે અહીં લોકપ્રિય ફૂટબોલ ઇવેન્ટ્સની લીગની ઘોષણા કરવામાં આવી છે.

Read Also

Related posts

ભારત વિશ્વની સેટેલાઈટ ઈન્ડસ્ટ્રીમાં છવાઈ જશે, જાણો ભારતે એવી શું કરી કમાલ?

Akib Chhipa

CAAને લઈને મમતા બેનર્જીને શુભેન્દુ અધિકારીએ આપ્યો ખુલ્લો પડકાર, જાણો આખો મામલો

GSTV Web Desk

Phobia / જાણો માણસોમાં રહેલા 6 અજીબોગરીબ ફોબિયા વિશે, જે સામાન્ય લોકોના ડરથી છે બિલકુલ અલગ

GSTV Web Desk
GSTV