GSTV
Home » News » પુણેમાં દિવાલ ધરાશાયી થતા મૃત્યુઆંક 17એ પહોંચ્યો, મૃતકમાં ચાર બાળકો

પુણેમાં દિવાલ ધરાશાયી થતા મૃત્યુઆંક 17એ પહોંચ્યો, મૃતકમાં ચાર બાળકો

મહારાષ્ટ્રના પુણેમાં દિવાલ ધરાશાયી થતા મૃત્યુઆંક 1૭ થયો. આ દિવાલ કોંઢવા વિસ્તારમાં ધરાશાયી થઈ. મૃતકમાં ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે દિવાલ નીચે અનેક લોકો ફસાયા હોવાની પણ આશંકા છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

60 ફૂટ લાંબી દિવાલ નીચે દબાલેયા લોકોને બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી. આ મામલે પુણેના જિલ્લા અધિકારીએ જણાવ્યુ હતુ કે, ભારે વરસાદના કારણે દિવાલ ધરાશાયી થઈ. આ ઉપરાંત દિવાલનું બાંધકામ કરનાર કંપનીની બેદરકારી પણ સામે આવી છે.

મૃતકમાં બિહાર અને પશ્વિમ બંગાળના લોકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મૃતકના પરિવારને સહાય આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, પુણેમાં ભારે વરસાદના કારણે જનજીવન પર અસર પડી છે. ત્યારે આગામી ચાર દિવસ સુધી હવામાન વિભાગે પુણેમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Read Also

Related posts

OOPS મોમેન્ટની શિકાર થઈ નેહા કક્કડ, સ્ટેજ પર કરી રહી હતી ડાંસ અને પછી…

Kaushik Bavishi

જ્યારે આ અધિકારીનું સાડા 6 કલાકમાં 6 વાર ટ્રાન્સફર થયુ હતુ ત્યારે…

Kaushik Bavishi

રાજનીતિના સવાલ પર રિતેશ દેશમુખનો જવાબ, કહ્યું- ‘આખી જીંદગી પાવર જોયો છે…’

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!