બૂલેટ પર સવાર ત્રણયે આ ભૂલ કરતા મોતની સજા, પરિવારમાં માતમ

વડોદરાના ફતેગંજ બ્રીજ પર અજાણ્યા વાહન ચાલકે બુલેટ ચાલકોને અડફેટે લેતા બેનાં ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જયારે એક યુવક ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બુલેટ ચાલકો પાસે સુરત પાસિંગનું બાઇક હતું. અકસ્માત સર્જાતા એક યુવક બાઇક પરથી ઉછળીને રોડની બીજી તરફ પટકાયો હતો. જો કે ત્રણ યુવકોએ હેલ્મેટ પહેરેલું નહોતું. સારવાર લઇ રહેલો યુવક સુરતના ડુમ્મસ રોડ પર રહેતો વિક્રમ ક્ષેત્રી હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે ફતેગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter