ગુજરાતનાં આ જીલ્લામાં ગ્રામ્ય વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી

hardik patel in cwc

હાર્દિક પટેલને લઈને એવી અટકળો ચાલી રહી છે કે કૉંગ્રેસ તરફથી ચૂંટણી લડવા માટે જામનગરને પસંદ કરશે. જો કે હજુ કોઈ સતાવાર જાહેરાત કરવામાં નથી આવી. એવામાં એ જામનગરનાં ગ્રામ્ય વિસ્તારને લઈને પેટા ચૂંટણીના સમાચાર આવ્યાં છે. જામનગર ગ્રામ્યની વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવવાની તારીખ જાહેર કરી દેવાઈ છે. જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર 23 એપ્રિલના રોજ પેટા ચૂંટણી માટે મતદાન યોજાવવામાં આવશે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વલ્લભ ધારવિયા ચૂંટાયા હતા. જોકે તેમણે થોડા દિવસો પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. જેના કારણે આ સીટ ઉપર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે.

જામનગર ગ્રામ્ય વિધાનસભા સીટ માટે 28 માર્ચના રોજ નોટિફિકેશન જાહેર થશે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 4 એપ્રિલ છે. જ્યારે ફોર્મ ખેંચવાની તારીખ 8 એપ્રિલ છે. 23 એપ્રિલના રોજ મતદાન થશે અને 23 મે ના રોજ પરિણામ જાહેર થશે. ઉલ્લેખનીય છે કે 23 એપ્રિલના રોજ લોકસભા-2019 માટે પણ મતદાન થવાનું છે.

ઉલ્લેખનીય છે કે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયા સિવાય ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ, માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter