GSTV

તમારા ડેટાનો વેપાર / ડાર્ક વેબમાં ચાલે છે ચોરાયેલી વિગતોનો જબરજસ્ત કારોબાર : માત્ર 25 ડોલરમાં મળે છે ક્રેટિડ કાર્ડની વિગતો

Last Updated on October 15, 2021 by GSTV Web Desk

તમને આશ્ચર્ય થતું હશે કે હેકરો દ્વારા ચોરાયેલો ડેટા ઓનલાઇન પર કેવી રીતે વેચાય છે. તે તેમને કેટલામાં પડે છે. ડાર્ક વેબમાં આ પ્રકારના ચોરાયેલા ડેટાનું માર્કેટપ્લેસ છે. ડાર્ક વેબમાં ઇન્ટરનેટના કોઈપણ દેશના નિયમોઅને નિયંત્રણો લાગુ પડતા નથી. તેમા તમે કોઈને ટ્રેસ પણ કરી શકતા નથી. આજે ડેટાચોરી માટે ડાર્કવેબનો મોટાપાયા પર ઉપયોગ થાય છે. તેમા નાણાકીય વિગતો અને પેમેન્ટ ટૂલ્સ લોકપ્રિય છે. તેમા ક્રેડિટ કાર્ડ, ડિજિટલ પેમેન્ટ્સ એકાઉન્ટ્સ, ક્રિપ્ટોકરન્સી વોલેટ્સ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, સ્ટ્રીમિંગ સર્વિસિસ, બનાવટી પાસપોર્ટ અને મેલવેરનો પણ સમાવેશ થાય છે.

તેમા પણ છેલ્લા એક વર્ષમાં આ પ્રકારની ચોરીમાં ક્રિપ્ટોકરન્સી વોલેટ્સની લોકપ્રિયતા વધી ગઈ છે. ક્રેડિટ કાર્ડને ક્લોન કરવા બદલ હેકરને ૨૫ ડોલર (૧૮૮૩ રુપિયા) મળે છે. માસ્ટરકાર્ડ કે વિઝા કાર્ડના પિન એક્સેસ માટે પણ ૨૫ ડોલર મળે છે. જ્યારે અમેરિકન એક્સપ્રેસ કાર્ડના પિન એક્સેસ માટે ૩૫ ડોલર મળે છે. એક હજાર ડોલરનું બેલેન્સ ધરાવતા ક્રેડિટ કાર્ડ માટે ૧૫૦ ડોલર મળે છે.પાંચ હજાર ડોલર સુધીનું બેલેન્સ ધરાવતા ક્રેડિટ કાર્ડ માટે ૨૫૦ ડોલર મળે છે.

સિક્યોરિટી રિસર્ચર ઝેચેરી ઇગ્નોફોએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે જાણીતી કંપનીઓ અને એકમો જેવા કે નાસા, મેકડોનાલ્ડ, માઇક્રોસોફ્ટ, ટી-મોબાઇલ, લોકહીડ માર્ટિન જેવી કંપનીઓ તથા સાઇબર સિક્યોરિટી કંપનીઓ જેવી કે ફાયરઆઇ અને સોલર વાઇન્ડ્સ પણ ૨૦૨૦માં આ અંગેની ગંભીર તકલીફોનો સામનો કરી ચૂકી છે.

રિસર્ચ ફર્મનું કહેવું છે કે ઓનલાઇન ફ્રોડ કરીને વેચાતા ડેટામાં પણ મોંઘવારી આવી ગઈ છે. ગયા વર્ષે ખાતામાં ઓછામાં ઓછા બે હજાર ડોલર હોય તેવા ખાતાના ચોરાયેલા લોગઇનનો ભાવ ૫૫ ડોલર હતો, પછી તે વધીને ૬૫ ડોલર થયો અને ચાલુ વર્ષે તો આ ભાવ ૧૨૦ ડોલર થઈ ગયો છે.

ક્રેડિટ કાર્ડ કેટેગરીમાં જોઈએ તો હેક કરવામાં આવેલા ગ્લોબલ ક્રેડિટ કાર્ડનો ભાવ ૩૫ ડોલર હશે અને યુકેમાં તેનો ભાવ ૨૦ ડોલર છે. હેકરોનું નવું આકર્ષણ ક્રિપ્ટોકરન્સી એકાઉન્ટ્સ છે. કોઇનબેઝ્ડ વેરિફાઇડ એકાઉન્ટનો ભાવ ૬૧૦ ડોલર છે. ક્રેકેન વેરિફાઇડનો ભાવ ૮૧૦ ડોલર, કેક્સ ડોટ આઇઓના વેરિફાઇડ એકાઉન્ટનો ભાવ ૭૧૦ ડોલર અને ક્રિપ્ટો ડોટ કોમનો વેરિફાઇડ ભાવ ૩૦૦ ડોલર છે. ઊંચા ભાવના લીધે ક્રિપ્ટોકરન્સી વોલેટમાં પણ ચોરીનું આકર્ષણ વધ્યું છે. ગયા વર્ષે ક્રિપ્ટો ખાતાને ડાર્ક વેબ પ્રાઇસ ઇન્ડેક્સમાં સમાવાયા ન હતા. આ વર્ષે પહેલી વખત સમાવાયા છે.

હેક કરાયેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ફેસબૂક એકાઉન્ટનો ભાવ દસ ડોલર ઘટયો છે. આ જ રીતે નેટફ્લિક્સનો ભાવ ઘટીને ૪૪ ડોલર અને એડોબ ક્રીયેટિવ ક્લાઉડનો ભાવ ૧૬૦ ડોલર થયો છે. જો કે સારી નામના ધરાવતી સાઇટ માટે પાછા હજાર ડોલર મળી જાય છે.

કેટલીક મેલવેર પ્રોડક્ટ્સનો ભાવ પણ ઊંચે ગયો છે. એન્દ્રોઇડ ડિવાઇસીસ માટે ગયા વર્ષે ૩૦૦ ડોલરના ભાવવાળી મેલવેર પ્રોડક્ટ્સનો ભાવ ચાલુ વર્ષે ૯૦૦થી ૧૦૦૦ ડોલર છે. વિન્ડોઝ કમ્પ્યુટર્સ, સ્માર્ટ ડિવાઇસીસ માટેના પ્રીમિયમ મેલવેરનો ભાવ પાંચ હજાર ડોલર જેટલો બેસે છે. આમ દર હજાર ઇન્સ્ટોલ્સે આ હેકરો હજારો ડોલર કમાય છે.

Read Also

Related posts

ઘરેલૂ નુસ્ખો/ અકાળે સફેદ થઇ ગયેલા વાળ માટે અજમાવો આ કારગર ઉપાય, વૃદ્ધાવસ્થા સુધી વાળ રહેશે કાળા અને ભરાવદાર

Bansari

ઠંડીની સીઝનમાં મોબાઇલ યુઝ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન, નહીંતર ‘બીમાર’ થઇ જશે તમારો ફોન

Bansari

રામબાણ ઇલાજ/ ડાયાબિટિસના દર્દી વાસી મોઢે ચાવી લે આ 4 પાન, ડાયેટ કર્યા વિના કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!