GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

ચૂંટણી પહેલા બદલીઓનો દૌર યથાવત, રાજ્યના 42 ડે. કલેક્ટરની બદલી – 26 મામલતદારને બઢતીના આદેશ

રાજ્યમાં આગામી ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે, રાજ્ય સરકારના અલગ-અલગ વિભાગોમાં બઢતી અને બદલીઓનો દૌર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે રાજ્યના 42 ડેપ્યુટી કલેક્ટરની બદલી કરવામાં આવી છે સાથે જ 26 મામલતદારની બઢતીના આદેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી નજીક આવી રહી છે ત્યાં આ સ્થિતિ વચ્ચે IASથી લઈને પોલીસ બેડામાં પણ બદલીઓનો દોર જોવા મળી રહ્યો છે. ગઈકાલે 2 GAS સહિત સાગમટે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જેમાં ગુજરાતના 2 GAS અને 12 IAS અધિકારીઓ સમાવેશ થાય છે.

રેવન્યૂ વિભાગમાં થયેલી બદલીમાં ડીસા નાયબ કલેકટર યુ.એસ.સુકલાની નર્મદા ખાતે, ખેડા જિલ્લા પુરવઠા અધિકારી નેહા પંચાલને ડીસા નાયબ કલેક્ટર તરીકે, બનાસકાંઠા જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી વાય ડી ગોહિલની ગાંધીનગર ખાતે, ગાંધીનગર નાયબ મ્યુનશીપલ કમિશ્નર કે.પી જેઠવાની બનાસકાંઠા નાયબ ચૂંટણી અધિકારી તરીકે, બનાસકાંઠા MDM નાયબ કલેકટર એફ એ બાબીની મહેસાણા ખાતે, સુરેન્દ્રનગરના વઢવાણના નાયબ કલેકટર વી એન સવારીયાની દિયોદર ખાતે બદલી કરવામાં આવી છે.

જાણો કોની ક્યાં થઈ બદલી

READ ALSO

Related posts

મતના ગણિત/ ભાજપ 60 લાખ આ મતદારોને કરશે ટાર્ગેટ, પીએમ મોદી કરી શકે છે સીધો સંવાદ

HARSHAD PATEL

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મળ્યો મોટો ઝટકો! મહીસાગર જિલ્લાના ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણે આપ્યું રાજીનામું, પંજાને છોડી જોડાયા આપમાં

pratikshah

વડાપ્રધાન મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે! રાજ્યને આપશે કરોડો રૂપિયાની ભેટ, માં અંબાના પણ કરશે દર્શન! જાણો સમગ્ર શિડ્યુલ

pratikshah
GSTV