GSTV
Home » News » સુરતના કસ્ટોડિયલ ડેથ મામલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, આવ્યો આ નિર્ણય

સુરતના કસ્ટોડિયલ ડેથ મામલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, આવ્યો આ નિર્ણય

સુરતના ખટોદરામાં કસ્ટોડિયલ ડેથ મામલે આરોપી પોલીસના કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. ધરપકડ કરાયેલા રાજેશ તુકારામ સહિત રિમાન્ડ પર રહેલા કુલદીપસિંહને કોર્ટમાં રજૂ કરતા પંદર પદંર હજારના શરતી જામીન મળ્યા છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા બચાવપક્ષ તરફથી જામીન અરજી મુકાઈ હતી. બન્ને પક્ષના વકીલોની દલીલો બાદ કોર્ટે આરોપીઓના શરતી જામીન મંજૂર કર્યા છે.

તો બીજી તરફ આ મામલે તપાસ અધિકારી ભાગેડૂ પોલીસકર્મીઓને શોધી રહી છે. એસીપી ઇ ડિવિઝન દ્વારા ચાલી રહેલી તપાસમા જો પોલીસ કર્મચારીઓની મદદગારી જણાશે તો તેમની સામે પણ કાર્યવાહીની તૈયારી તપાસ અધિકારીઓ દર્શાવી છે. આ માટે સીસીટીવીની ચકાસણી સહિત પુરાવા એક્ઠા કરાઈ રહ્યા છે. ફરાર પોલીસકર્મીઓને પકડીવા છ પીએસઆઈની ટીમ બનાવાઈ છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેટલાક પોલીસકર્મીઓ નાસી ગયા હોવાની માહિતી છે જેમની સામે લુક આઉટ નોટિસ ઈશ્યુ કરવાની કાર્યવાહી પણ શરૂ કરાઈ છે.

READ ALSO

Related posts

DGGIએ સુરતમાં 70 કરોડનું GST કૌભાંડ ઝડપ્યુ,12%ને બદલે ભરતો હતો 5% ટેક્સ

Mansi Patel

રઘુવીર માર્કેટ આગની ઝપેટમાં : 8 કલાક છતાં નથી બંધ થઈ સુરતની આ બેકાબૂ આગ

Karan

પાટીદાર નેતા હાર્દિક પટેલની કોર્ટમાં આજીજી, હવે નહીં કરું ક્યારેય આ ભૂલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!