GSTV

ગાજર લટકાવ્યું / ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર કે બોર્ડ નિગમોમાં નિયુક્તિ મામલે રૂપાણીનો મોટો ખુલાસો, ઘણાની મનની મનમાં રહેશે

Last Updated on June 22, 2021 by Pravin Makwana

ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોની યોજાયેલી બેઠક બાદ મંત્રીમંડળના વિસ્તરણની રાજકીય અફવાએ જોર પકડયુ હતું પણ હાલ મંત્રીમંડળનું કોઇ વિસ્તરણ નહી થાય તેમ કહી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આખીય વાત પર જ પૂર્ણવિરામ મૂકી દીધુ હતુ.

વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે અત્યારથી તૈયારીઓ આદરી છે ત્યારે છેલ્લા કેટલાંક દિવસોથી રાજકીય હલચલ તેજ બની છે. એટલુ નહીં, ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ગુજરાત ભાજપના નેતાઓ સાથે વન ટુ વન બેઠકો યોજતા મંત્રીમંડળમાં ફેરબદલ થઇ રહ્યા છે તે મુદ્દે રાજકારણ ગરમાયુ હતું.

રાહત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આ બધીય બાબતોને રાજકીય અફવા ગણાવી સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ કે, વર્ષ 2022 સુધી કોઇ ફેરફાર નહી. મંત્રી મંડળનું વિસ્તરણ થવાની વાતો માત્ર હવામાં છે. કશું જ થવાનુ નથી. એવી ય વાત કરી કે, બોર્ડ નિગમમાં નિમણૂંકો કરવા ય સરકારે કઇં વિચાર્યુ નથી.

ભાજપ સંગઠનમાં જ બાકી પદો પર નિયુક્તિ કરવામાં આવનાર છે. આમ , વિધાનસભાની ચૂંટણી કામે દોડાવવા મંત્રીમંડળના વિસ્તરણ ઉપરાંત બોર્ડ નિગમમાં ચેરમેનપદે આપવાનું ગાજર લટકાવી ફેલાવેલી રાજકીય અફવાનું ખંડન કરાયુ હતું.

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!