મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો, ભરાયેલા મેમોમાં બોલપેનથી આવુ લખી નાખતા

ભાવનગરમાં ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ.ચાવડા સામે ઉચાપતનો ગુનો દાખલ કરવા એસપીએ આદેશ આપ્યો હતો. ત્યારે આરોપી મહિલા પીઆઈની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે 6,400 રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. ભરતનગર પોલીસ સ્ટેશનમાં મહિલા પીઆઈ ચાવડા ટ્રાફિકના નિયમનો ભંગ કરનારને મેમો આપી દંડ વસૂલ કરતાં હતા.

બાદમાં મેમોમાં પાછળથી સુધારો કરી દંડની રકમ ઘડાટી તેઓ સરકારી તીજોરીમાં જમા કરાવતા હતા. આ મામલે એસપી ડેપ્યુટી એસપી મનિષ ઠાકરને તપાસ સોંપી હતી. જેમાં તથ્ય સામે આવતા 6,400 રૂપિયાની ઉચાપત મામલે ફરિયાદ નોંધાઈ હતી. તેમની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. જોકે આરોપી પીઆઈઆએ પોતાના પર કિન્નાખોરી રાખી હોવાનો આક્ષેપ કર્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter