GSTV

વિરાટ કોહલી બન્યો દશકનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર, જાણો કયા ખેલાડીને મળ્યું ટૉપ-10માં સ્થાન

ગત કેટલાંક વર્ષોથી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સમાન રૂપે દબદબો જાળવનાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને ફેમસ મેગેઝિન ‘ધ ક્રિકેટર’ દ્વારા ગત એક દશકનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. મેગેઝિને ગત દસ વર્ષોમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા 50 ક્રિકેટર્સની યાદી તૈયાર કરી છે. જેમાં પુરુષ અને મહિલા બંને ક્રિકેટર્સ સામેલ છે.

ભારત તરફથી આ યાદીમાં કોહલી ઉપરાંત ઑફ સ્પિનર આર અશ્વિન (14મો), વન ડેમાં ત્રણ ડબલ સેન્ચુરી ફટકારનાર રોહિત શર્મા (15મો), વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (35મો), ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (36મો) અને મહિલા ટીમની દિગ્ગજ બેટ્સમેન મિતાલી રાજ (40) પણ સામેલ છે.

આ કારણે કોહલી બન્યો બેસ્ટ ક્રિકેટર

ધ ક્રિકેટર મેગેઝીને કોહલી વિશે લખ્યું છે કે દશકના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે ભારતીય કેપ્ટનની સર્વસંમત પસંદગી હતી. વિરાટ કોહલીએ આ દશકમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઇ અન્ય ખેલાડીની તુલનામાં સૌથી વધુ 20,960 રન બનાવ્યા. સર્વાધિક રન બનાવનાર બેટ્સમેનની યાદીમાં સાઉથ આફ્રિકાના હાશિમ અમલા બીજા ક્રમે છે. પરંતુ તેણે કોહલી કરતાં આશરે 5000 ઓછા રન બનાવ્યાં છે.

સચિન તેંડુલકરે આ દશકમાં 100 સદીનો ઇતિહાસ રચ્યો અને પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું. તેમાં લખ્યું છે કે, તેંડુલકરે 2013માં જ્યારે 100 સદીના રેકોર્ડ સાથે સન્યાસ લીધો ત્યારે કહેવામાં આવ્યું હતું કે કોઇ તેના રેકોર્ડની બરાબરી નહી કરી શકે પરંતુ કોહલી 70 સદી સાથે બીજા નંબરે રહેલા રિકી પોન્ટિંગ કરતાં એક સદી પાછળ છે.

આ ખેલાડીઓને મળ્યું ટૉપ 10માં સ્થાન

કોહલીએ પોતાની 70 સદીઓમાઁથી 69 સદી 2010થી 2019 વચ્ચે ફટકારી છે. તેણે અત્યાર સુધી કેપ્ટન તરીકે કુલ 166 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે પરંતુ જવાબદારી સાથે તેની બેટિંગમાં વધુ નિખાર આવ્યો છે કારણ કે આ મેચમાં તેની એવરેજ 66.88 છે. દશકના ટોચના ક્રિકેટર્સની યાદીમાં ટૉપ 10માં કોહલી બાદ જેમ્સ એન્ડરસન, ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર એલિસ પેરી, સ્ટીવ સ્મિથ, હાશિમ અમલા, કેન વિલિયમસન, એબી ડીવિલિયર્સ, કુમાર સંગકારા, ડેવિડ વોર્નર અને ડેલ સ્ટેન છે.

અશ્વિનનો દબદબો

ભારતીયોમાં અશ્વિન બીજા ક્રમે છે.  ભારતીય સ્પિનર આર અશ્વિને આ વર્ષ પૂરુ થતાં પહેલાં જ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે આ દશકનો સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. ટી-20 સ્પેશિયાલિસ્ટથી લઇને ટેસ્ટ ક્રિકેટ સુધી ભારતીય ટીમના સૌથી મોટા સ્પિનરે ગત 10 વર્ષોમાં ખાસ કરીને ઘરેલૂ મેદાન પર ઉમદા પ્રદર્શન કર્યુ છે.

તમામ ફોર્મેટમાં 564 વિકેટ સાથે અશ્વિન આ દશકનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છ. તે બાદ ઇંગ્લેન્ડનો બોલર જેમ્સ એન્ડરસન છે. જેના નામે 535 વિકેટ છે. સાથે જ ત્રીજા નંબર 525 વિકેટ સાથે સ્ટુઅર્ટ બ્રોડ છે. ન્યુઝીલેન્ડનો પેસર ટિમ સાઉથ અને ટ્રેંટ બોલ્ટ આ લિસ્ટમાં ટૉપ 5માં છે. જ્યાં તેના નામે 472 અને 458 વિકેટ છે.

Read Also

Related posts

યૂપીઃ ઓફિસરો પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને પત્ની સાથે DM બંગ્લામાં ધરણા ઉપર બેસ્યા SDM

Mansi Patel

ગુજરાતમાં ગરીબ આદિવાસીઓની જમીન ટોકનદરે ઉદ્યોગપતિઓને અપાતી હોવાનો આક્ષેપ

Nilesh Jethva

ટીવી અભિનેત્રીની 1 વર્ષમાં જ થઈ ગઈ આવી હાલત, પૈરાલિસિસ થતાં પરિવાર મુશ્કેલીમાં મુકાયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!