GSTV
Uncategorized

અગત્યનું / ક્રિકેટ કાઉન્સિલે કોરોનાના કારણે લીધો આ તત્કાલ નિર્ણય, વુમન ક્રિકેટ વર્લ્ડકપ કરાયો રદ્દ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે ઝિમ્બાબ્વેમાં ચાલી રહેલા વુમન ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયર-2021ને તાત્કાલિક રદ કરી દીધું છે. દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલા કોરોનાના નવા વેરિએન્ટને કારણે આઇસીસી દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના નવા વેરિઅન્ટે ફરી લોકોમા ભયનો માહોલ બનાવ્યો છે.

શનિવારે એક સભ્ય કોરોનાથી સંક્રમિત મળી આવ્યો હતો :

27 નવેમ્બરના રોજ શનિવારે શ્રીલંકાની ક્રિકેટ ટીમના એક સહાયક સભ્યનો પણ કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો. આ વાત સામે આવતા શનિવારના રોજ શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાતો ક્વોલિફાયર મેચ રમાશે. વર્લ્ડકપ માટે ક્વોલિફાય થનારી ટીમની પસંદગી હવે રેન્કિંગના આધારે કરવામાં આવશે. 

2022માં ન્યૂઝીલેન્ડમાં યોજાશે વર્લ્ડ કપ :

ક્વોલિફાયર રાઉન્ડમા હાલમાં લીગ સ્ટેજની મેચો રમવાની હતી અને તેના પરથી ન્યુઝીલેન્ડમાં ૨૦૨૨ ના વર્લ્ડકપ માટે ત્રણ ટીમો નક્કી કરવાની હતી. આ સાથે જ આઇસીસી મહિલા ચેમ્પિયનશીપની આગામી સાયકલ માટે પણ બે નવી ટીમો નક્કી કરીને પસંદ કરવાની હતી.

ટુર્નામેન્ટ રદ કરવા અંગે નિરાશા :

આઇસીસીના ઇવેન્ટ ચીફ ક્રિસ ટેટલીએ નિરાશા સાથે આ ટુર્નામેન્ટ રદ કરતાં કહ્યું હતું કે, ઘણા દેશોએ આફ્રિકન દેશોની મુસાફરી પર પ્રતિબંધ મુક્યો છે જેના કારણે હાલ આ ટુર્નામેન્ટ રદ કરવી પડશે. આ નિર્ણય ખૂબ જ ટૂંકા સમયમા લેવામાં આવ્યો છે અને આ નવા વેરિએન્ટથી ટીમોને પણ ખતરો છે તેથી, હવે ટીમોને પણ પરત ફરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ટીમોને ઝિમ્બાબ્વેમાંથી બહાર કાઢવામાં આવશે :

ક્રિસે કહ્યું કે, અમે ઘણા વિકલ્પો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું પરંતુ, કોઈ જ રસ્તો દેખાયો નહિ. અમે બધી જ ટીમોને ઝિમ્બાબ્વેમાંથી બહાર કાઢવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ. બાંગ્લાદેશ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ રેન્કિંગના આધારે 2022ના મહિલા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગયા છે. શ્રીલંકા અને આયર્લેન્ડ આગામી સાયકલ માટે આઇસીસી ઇવેન્ટમાં જોડાશે.

સાઉથ આફ્રિકા-નેધરલેન્ડની વન-ડે સિરીઝ મુલતવી :

નવા કોરોના વેરિએન્ટ ‘ઓમિક્રોને’ના કારણે સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચેની ત્રણ વન-ડેની સિરીઝ પણ મુલતવી રાખી છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાના સીઈઓ ફોલેટ્સી મોસેકીએ આ અંગે જાહેરાત કરતાં કહ્યું હતું કે, “અમે નિરાશ છીએ પરંતુ, પરિસ્થિતિના કારણે અમે આ નિર્ણય લેવા માટે મજબુર છીએ.” અમારા માટે મુલાકાતી ટીમની સલામતી સર્વોપરી છે.

ભારતે પણ આવવાનુ હતુ આફ્રિકાની મુલાકાતે :

ભારતની ટીમ પણ હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. બંને વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. જોકે, આ એક બિનસત્તાવાર શ્રેણી છે. ભારતે આગામી મહિનામાં પણ આફ્રિકાની મુલાકાત લેવી પડશે. આ સિરીઝ જોખમમાં છે. બીસીસીઆઈ ટૂંક સમયમાં આ શ્રેણી અંગે નિર્ણય લઈ શકશે.

Read Also

Related posts

શું તમે જાણો છો માઈક્રો ચીટિંગ શું છે? સંબંધોમાં છેતરપિંડીના શરૂઆતના સમયના જાણી લો આ 5 લક્ષણ

Hemal Vegda

રાજસ્થાન હાઈકોર્ટમાં બપોરે ઈલેક્ટ્રીકલ ફોલ્ટના કારણે અંધારપટ છવાઈ ગયો, જજે મોબાઈટોર્ચ અને ઈમરજન્સી લાઈટના પ્રકાશમાં સુનાવણી કરી

pratikshah

પંજાબમાં ‘આપ’ સરકારનું પ્રથમ બજેટ! 300 યુનિટ મફત વીજળીની કરાઈ જોગવાઈ, કોઈ નવા કર લાદવામાં નથી આવ્યા

Binas Saiyed
GSTV