GSTV
Home » News » 2001માં કરાઈ SCOની રચના, જાણો શા માટે વિશ્વના નેતાઓ એક મંચ પર મળે છે ?

2001માં કરાઈ SCOની રચના, જાણો શા માટે વિશ્વના નેતાઓ એક મંચ પર મળે છે ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં ભાગ લેવા કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે પહોંચી ગયા છે. સંગઠનની શિખર બેઠકની સાથે સાથે વડાપ્રધાને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વીપક્ષીય બેઠક પણ યોજી છે. વ્યૂહાત્મક અને વ્યાવસાયિક દૃષ્ટિએ અતિ મહત્ત્વના એવા શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની શિખર બેઠક ભારત માટે ખાસ મહત્ત્વ ધરાવે છે. વર્ષ ૨૦૦૧માં નવા સંગઠનની રચના સાથે જ તેના ઉદ્દેશ પણ બદલવામાં આવ્યાં. SCOના મહત્ત્વનો ઉદ્દેશ ઉર્જા પૂર્તિ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ધ્યાન આપવું અને આતંકવાદ સામે લડવાના બની ગયા. આજ દિન સુધી આ બંને મુદ્દાઓ જળવાઇ રહ્યાં છે અને એમના પર સતત વાતચીત થતી રહે છે. ગયા વર્ષની શિખર બેઠકમાં આતંકવાદ વિરુદ્ધ લડવા માટે ત્રણ વર્ષનો એકશન પ્લાન તૈયાર કરવાનું નક્કી થયું હતું. છેલ્લા એક દાયકામાં SCO અને યૂરેશિયા સોસાયટી સ્થાપવાના એજન્ડાનો વ્યાપ વધ્યો છે. સંગઠને કટ્ટરતા, આતંકવાદ અને અલગતાવાદ જેવા ત્રણ દુષણો ડામવાના અભિયાનમાં સારી એવી સફળતા મેળવી છે.

ક્ષેત્રીય આતંકવાદ વિરોધી તંત્રનું નિર્માણ કરવું

શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન દક્ષિણ એશિયાને યૂરેશિયા ક્ષેત્ર સાથે જોડાવાની તક પૂરી પાડે છે. છેલ્લા ઘણાં સમયથી આ બંને ક્ષેત્રો આંતરિક સંઘર્ષોમાં ઉલઝાયેલા અને વહેંચાયેલા છે. સંગઠનની ગઇ બેઠકમાં વડાપ્રધાન મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે SCOના સભ્ય દેશોમાંથી માત્ર છ ટકા પર્યટકો ભારતની મુલાકાતે આવે છે. શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનું સૌથી સફળ અભિયાન ક્ષેત્રીય આતંકવાદ વિરોધી તંત્રનું નિર્માણ છે. સંગઠનનું મુખ્ય કાર્ય જ પરસ્પર સહયોગ અને જાણકારીનું આદાનપ્રદાન કરવાનું છે. વર્ષ ૨૦૧૭ના અંત સુધી સંગઠનમાં દસથી વધારે આતંકવાદ વિરોધી અભ્યાસ થઇ ચૂક્યાં છે. જોકે જોવા જેવી બાબત એ છે કે આતંકવાદને પાળવાપોષવામાં મોટો ભાગ ભજવનાર પાકિસ્તાન પણ આ સંગઠનનું સભ્ય બન્યું છે ત્યારે હવે આ સંગઠન પાકિસ્તાનસ્થિત આતંકવાદી જૂથોને પહોંચી વળવામાં કેટલી હદે સફળ નીવડે છે એ સવાલ છે.

ચીનને ભારત લાગી રહ્યું છે પ્રતિસ્પર્ધી

આમ પણ ચીન ભલે છેલ્લા થોડા સમયથી ભારત સાથે સહયોગ વધારવાની વાતો કરતું હોય પરંતુ આતંકવાદનો મુદ્દો આવે ત્યારે તે પાકિસ્તાનના પાટલે બેસી જાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કેટલી કડવાશ છે એ આખી દુનિયા જાણે છે. બધાં જોઇ રહ્યાં છે કે પાકિસ્તાન તરફથી છાશવારે ભારતીય સરહદમાં ઘૂસણખોરી અને આતંકવાદી હુમલા થતા રહે છે. એવામાં ભારત અને પાકિસ્તાન જાની દુશ્મન બની ગયાં છે. ચીનને આ વાત પોતાના પક્ષમાં જતી જણાય છે કારણ કે ભારતને તે દરેક મોરચે પોતાનું પ્રતિસ્પર્ધી માને છે. એ સંજોગોમાં ભારતને નુકસાન કરતા કે પીડા આપતા દરેક કારનામામાં તે પાકિસ્તાનને સાથ આપે છે.

પુલવામાં હુમલામાં પણ ચીને અડિંગો લગાવેલો

તાજેતરમાં પુલવામા હુમલા બાદ પાકિસ્તાનમાં આશરો લઇ રહેલા આતંકવાદી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રયાસોમાં પણ ચીને અડિંગો લગાવ્યો હતો. એ પછી ભારે આંતરરાષ્ટ્રીય દબાણ બાદ તેણે મસૂદને પ્રતિબંધિત કરવાના મામલે સંમતિ આપી હતી. શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની શિખર બેઠક દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને વડાપ્રધાન મોદી સાથે વાર્તાલાપ કરવાની અનેક વખત અપીલ કરી પરંતુ ભારતે આતંકવાદને લઇને પોતાનું કડક વલણ જાળવી રાખતા પાકિસ્તાન સાથે કોઇ વાત ન કરવાની નીતિ પર અડગ રહેવાનું નક્કી કર્યું છે.

હાલ પાકિસ્તાન સાથે વાર્તાલાપ શક્ય નથી

બિશ્કેક ખાતે ચીનના રાષ્ટ્પતિ શી જિનપિંગ સાથેની દ્વીપક્ષીય વાતચીત દરમિયાન પણ વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનના મુદ્દે વાતચીત કરતા કહ્યું કે હાલના સંજોગોમાં પાકિસ્તાન સાથે વાર્તાલાપ શક્ય નથી. તેમણે કહ્યું કે ભારતે સંબંધો સુધારવાના અનેક પ્રયાસ કર્યાં પરંતુ એમાં સફળતા ન મળી. વડાપ્રધાને ચીન દ્વારા પાકિસ્તાનને આડકતરો સંદેશ આપતા કહ્યું છે કે પાકિસ્તાને આતંકવાદ વિરુદ્ધ નક્કર કાર્યવાહી કરવી પડશે. ચીનને આ સંદેશ સ્પષ્ટ સંદેશમાં આપીને ભારતે ચીનને પણ સાનમાં સમજાવી દીધું છે કે દોસ્તીની વાતો કરીને આતંકવાદના મામલે પાકિસ્તાનનો બચાવ કરવાની નીતિ હવે નહીં ચાલે.

READ ALSO

Related posts

ફડણવીસની સરકાર પાડી દેવાની ભવિષ્યવાણી સામે શરદ પવારનો આત્મવિશ્વાસ, ‘અમારી સરકાર 5 વર્ષ ચાલશે’

Nilesh Jethva

શિસ્તબદ્ધ રહેતો ગંભીર ભાજપમાં આવતા અશિસ્ત થયો, મીટીંગમાંથી છટકી ખાતો હતો જલેબી

Dharika Jansari

દિલ્હી-એનસીઆરમાં લાગી સૌથી મોટી હેલ્થ ઈમર્જન્સી, 2 દિવસ શ્વાસ લેવું પણ પડી શકે છે ભારે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!