કોર્ટે એવો ચુકાદો આપ્યો કે આરોપી ભાગી ગયો, ખુદ જજ સાહેબ પણ ચોંકી ગયા હશે

અમદાવાદમાં એક અજીબ કિસ્સો બન્યો કે જેમાં આજીવન કેદની સજા સાંભળવાની સાથે જ આરોપી ફરાર થઇ ગયો. આમ તો અનેક વખત સાંભળ્યું હતું કે પોલીસ બેદરકાર છે પોલીસ મથકમાં બેદરકારીના કારણે આરોપીઓ પોલીસ સ્ટેશન કે સારવાર દરમિયાન ફરાર થઇ ગયો. પરંતુ આ તો કોર્ટ રૂમમાંથી જ પોલીસની નજર ચૂકવી ફરાર થઇ ગયો.

વર્ષ 2017માં દરિયાપુરમાં પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પતિ ભુરજી સહિત ત્રણ લોકોએ મળીને રાજેશ ઉર્ફે લોગીની હત્યા કરી હતી. જે મામલે કોર્ટ સજા સંભળાવાની હતી. જેથી ત્રણ આરોપી કે જે જેલમાં હતા. તે ભદ્રેશ ઉર્ફે ભુરજી,વિજય રાવત અને મુકેશને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. જયારે આરોપી રોહિત ઠાકોર જામીન પર હતો તેને પણ આજે કોર્ટે બોલાવાયો હતો. કોર્ટે આજીવન કેદની સજા સંભળાવતા જ આરોપી રોહિત ઠાકોર ફરાર થઇ ગયો. હાલમાં આરોપીને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter