મહુવામાં ખેડૂતો પર પોલીસ દ્વારા કરાયેલા લાઠીચાર્જ બાદ FIR કરવા કોર્ટ આદેશ

ભાવનગરના મહુવા પાસે આવેલા તલ્લી બાંભોર નજીક અલ્ટ્રાટેક કંપનીના માઇનિંગનો વિરોધ કરવામાં આવતા પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો. આ મામલે હાઈકોર્ટે મહત્વપૂર્ણ સુનાવણી કરીને ખેડૂતો પર અમાનુષી દમન ગુજારનાર પોલીસકર્મીઓ સામે તત્કાલ એફઆઈઆર દાખલ કરવા આદેશ કર્યો છે. ખેડૂતોએ કરેલી રજૂઆતોમાં જે-જે પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓના નામ છે તે તમામ સામે ગુનો નોંધવા હાઈકોર્ટે સ્થાનિક કોર્ટના જ્યુડિશિયલ ઓફિસરને હુકમ કર્યો છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા મહુવાના તલ્લી બાંભોર ગામ નજીક અલ્ટ્રાટેક સિમેન્ટના વિરોધમાં ખેડૂતોએ આંદોલન કર્યું હતું. દરમિયાન પોલીસે ખેડૂતો પર લાઠીઓ વરસાવી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter