JNUમાં કથિત નારેબાજી મામલે કોર્ટે પોલીસને લગાવી ફટકાર, કહ્યું આ તારીખે ખાલી હાથે ન આવતા

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે JNU દેશદ્રોહના કેસ મામલે દિલ્હી પોલીસને ફટકાર લગાવી છે. કોર્ટે દિલ્હી પોલીસને આ મામલે તુરંત ચાર્જશીટ દાખલ કરવાનો આદેશ આપ્યો. કોર્ટેમાં દિલ્હી પોલીસે કહ્યું કે, દેશદ્રોહના કેસ મામલે સરકારે કેસ ચલાવવાની મંજૂરી આપી નથી. જેથી ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી. કોર્ટે કહ્યું કે, દિલ્હી પોલીસે આ મામલે કેસ ચલાવવા માટે તુરંત મંજૂરી આપે.

દિલ્હી પોલીસે દેશદ્રોહ જેવા મામલામાં કોઈપણ પ્રકારની ફાઈલ રોકી ન શકે.. ત્યારે આ મમલાની વધુ સુનાવણી 28 ફેબ્રુઆરીના રોજ કરવાનું યોગ્ય ઠેરવ્યું છે. મહત્વપૂર્ણ છે કે, JNU દેશદ્રોહના કેસમાં કનૈયા કુમાર, ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્ય સહિત અન્ય સાત આરોપીઓના નામ સામેલ છે. નવ ફેબ્રુઆરી, 2016ના રોજ જેએનયુમાં દેશ વિરોધી નારા લગાવાવમાં આવ્યા હતા. જે બાદ દિલ્હી પોલીસે આ મામલે તપાસ કરી રહી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter