GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

લોકડાઉનમાં ઘરે શક્ય ન બનતાં પતિ પત્નીને કારમાં લઇ પહોંચ્યો એક કોમ્પલેક્સના પાર્કિંગમાં, કઢંગી હાલતમાં હતા અને પોલીસ પહોંચી

કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનને પગલે હાલમાં તમામ લોકો ઘરોમાં કેદ છે. હાલમાં દેશભરમાં કોન્ડોમના વેચાણમાં સૌથી મોટો વધારો થયો છે. સૌથી ખરાબ તો એ લોકોની છે જેઓના નવા નવા લગ્ન થયા છે. લોકો ઘરમાં જ રહેતા હોવાથી હવે સેક્સલાઈફ પર પણ અસર જોવા મળી છે. ચીનમાં કોરોનાના ફફડાટ વચ્ચે છૂટાછેડાના સૌથી વધારે કેસ જોવા મળ્યા હતા. હાલમાં પરિવાર સાથે સમય વિતાવવો જરૂરી છે પણ આ લોકડાઉન વચ્ચે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે તમે પણ નવાઈ પામી જશો. કચ્છના ગાંધીધામમાં ઓમ સીનેપ્લેક્ષ પાછળના પાર્કિગ પ્લોટમાં એક પતિ – પત્નિ કારમાં રંગરેલીયા મનાવતા પોલીસ કોન્સ્ટેબલના હાથે ચડ્યા પોલીસ અને પતિ પત્ની બંને શરમજનક સ્થિતિમાં મુકાયા હતા. જોકે, પતિ-પત્ની હોવાથી પોલીસે ફક્ત ચેતવણી આપીને જવા દીધા હતા.

હાલમાં ગુજરાત સરકારે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું હોવાથી ઘરના સૌ સભ્યો છેલ્લા એક સપ્તાહથી ઘરમાં હાજર રહેતા હોવાથી, ગાંધીધામના પતિ પત્ની શારિરીક સુખથી વંચિત રહી જતાં હતા. સૌથી મોટી સમસ્યા હાલમાં નાના ઘરવાળા લોકોને થઈ રહી છે. ગાંધીધામમાં પણ એક સપ્તાહથી પતિ પત્નીને શારીરિક સંબંધો બાંધવાનો લાભ મળતો ન હતો. લોકડાઉનના છઠા દિવસે આ દંપતિની ધીરજ ખૂટતાં આદિપુર ગાંધીધામ વચ્ચે આવેલા ૐ સીને પ્લેક્ષના પાર્કિંગ પ્લોટમાં એકાંતનો લાભ ઉઠાવીને અંગતપળો માણી રહ્યા હતા.

આજ દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલ ત્યાંથી પસાર થતાં ગાડીમાં કંઈક શંકાસ્પદ પ્રવુતિ થઇ હોવાની આશંકાએ તપાસ કરતા ગાડીમાં એક પુરુષ અને એક સ્ત્રી ગઢંગી હાલતમાં પકડાયા હતા. પોલીસને શરૂઆતના તબક્કામાં રંગરેલીયાં મનાવતા હોવાની શંકા ગઈ હતી. આખરે ખુલાસો થતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે પૂછપરછ કરતા બંને પતિ પત્ની નીકળતા થોડી વાર માટે કોન્સ્ટેબલ પણ મૂંઝવણમાં મુકાયો હતો. પોલીસે ફરી વાર આમ જાહેરમાં આવુ કામ ના કરવાનું સમજાવીને બંને પતિ પત્નીને જવા દીધા હતા. હાલમાં કોરોનાના ફફડાટ વચ્ચે સેક્સ સંબંધોમાં પણ સમસ્યા આવી રહી હોવાની આ કિસ્સાએ સાબિત કર્યું છે.

Related posts

લોકડાઉનમાં બેંકોએ વ્યાજ વસૂલવા વિરુદ્ધ કરાઈ અપીલ, સુપ્રિમ કોર્ટે કેન્દ્ર તેમજ RBI ને પાઠવી નોટીસ

Harshad Patel

લોકડાઉનના કારણે રીક્ષાચાલકોને ઘર ચલાવવાના પણ ફાંફા, ઉપરથી ફાઈનાન્સ કંપનીઓની ધમકી-હપ્તો નહીં ચુકવો તો લાગશે પેનલ્ટી

Nilesh Jethva

Banana Covid: કોરોના સામે ઝઝૂમી રહ્યા છે દેશ, ખેડૂતોને પરેશાન કરવા આવી વધુ એક બિમારી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!