GSTV
Home » News » દેશના આ મંત્રાલયે કર્યો અનોખો વિચાર, લોકો પાસેથી આઈડિયા અને સૂચનો આપવા જણાવ્યું

દેશના આ મંત્રાલયે કર્યો અનોખો વિચાર, લોકો પાસેથી આઈડિયા અને સૂચનો આપવા જણાવ્યું

સામાન્ય બજેટ બનાવવાની પ્રક્રીયામાં સહભાગીતા વધારવા માટે નાણા મંત્રાલ્ય છેલ્લા કેટલાક વર્ષોથી નાગરિકો પાસે સૂચનો માંગે છે. આ વર્ષે પણ નાણા મંત્રાલયે બજેટ માટે લોકો પાસેથી આઈડિયા અને સૂચનો આપવા જણાવ્યું છે. સામાન્ય બજેટ 5 જુલાઈ, 2019ના રોજ સાંસદમાં નાણા મંત્રી નિર્મલા સિતારામન દ્રારા રજૂ કરવામાં આવશે. નાગરિકો આ લોકશાહી પ્રક્રીયાનો ભાગ બનવા માટે આમંત્રિત છે અને તે પોતાના સૂચનો mygov.in વેબસાઈટ પર સીધુ કોમેન્ટ બોક્સ અથવા PDF ડોક્યુમેન્ટ તરીકે અટેચ કરી શકે છે. સૂચન મોકવલાની છેલ્લી તારીખ 20 જૂન, 2019 છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો નાણા મંત્રી નિર્મલા સિતારામને પોતાના આઈડિયા અને સલાહ આપી રહ્યા છે. શુભેચ્છા સંદેશ સાથે નાણા મંત્રીને તેમના ટ્વીટર પર બજેટ 2019, વિનિવેશ, નવા અર્થતાંત્રિક સુધારા જેવા મુદ્દે વિચારો મોકલી રહ્યા છે. નાણા મંત્રીએ સોશિયલ મીડિયા અને પ્રિન્ટ દ્રારા તમામ વિચારો અને સૂચનો માટે સ્કોલર્સ અને ઈકોનોમિસ્ટનો આભાર વ્યક્ત કર્યો છે.

નવા નાણા મંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, પ્રિન્ટ, ઈલેક્ટ્રોમનિક અને સોશિયલ મીડિયા પર સ્કોલર્સ, ઈકોનોમિસ્ટ અને તમામ ઉત્સાહી લોકો દ્રારા કરવામાં આવેલ આઈડિયા/વિચારો માટે ધન્યવાદ. તેમણે આમાંથી ઘણી વાતો વાંચીને ટીમનું પણ ધ્યાન દોર્યું છે. દરેકની પોતાની વેલ્યૂ છે. તેમણે હજી પણ સૂચનો અને વિચારો મોકલતા રહેવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, 4 જુલાઈ 2019ના રોજ ઈકોનોમિક સર્વે પણ જારી કરવામાં આવશે, જ્યારે બજેટ 2019-2020ને 5 જુલાઈએ રજૂ કરવામાં આવશે. 20 જૂને રામનાથ કોવિંદ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી બાદ બજેટ રજૂ કરનાર સીતારામન બીજા પહિલા નાણા મંત્રી હશે.

READ ALSO

Related posts

સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત કિડની ટ્રાન્સપ્લાન્ટ ડોક્ટર એચ. એલ. ત્રિવેદીનું સ્વાસ્થ્ય અત્યંત ગંભીર

Path Shah

ગુજરાત માટે આવી ખુશખબર, આ તારીખોમાં પડશે જોરદાર વરસાદ

Riyaz Parmar

VIDEO: ચીનમાં ગેસ પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, 3 કિલોમીટર સુધી બારી-દરવાજા તૂટ્યા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!