GSTV

આઝાદી પછી પહેલીવાર દેશનો જીડીપી સૌથી નીચા સ્તરે જવાની ભીતિ: નારાયણમૂર્તિ

કોરોનાવાઇરસ મહામારીને કારણે ઇન્ફોસિસના સ્થાપક એન. આર. નારાયણમૂર્તિએ દેશનો જીડીપી વિકાસ સ્વતંત્રતા પછીનો સૌથી ઓછો રહેવાનો ભય વ્યક્ત કર્યો છે. જો કે તેમણે જણાવ્યું છે કે આિર્થક પ્રવૃત્તિઓને પાટા પર લાવવી જોઇએ અને લોકોએ કોરોના સાથે જીવવા માટે તૈયાર થઇ જવું જોઇએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારે કેટલીક સાવચેતી સાથે દેશના અર્થતંત્રના દરેક સેકટરના દરેક એકમને પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે આગળ વધવાની મંજૂરી આપવી જોઇએ.

મૂર્તિના જણાવ્યા અનુસાર ભારતના જીડીપીમાં ઓછામાં ઓછો પાંચ ટકાનો ઘટાડો થશે. તેમના મતે સૌથી ખરાબ સંજોગોમાં જીડીપી સ્વતંત્રતા પછીના સૌથી નીચલા સ્તરે પણ જઇ શકે છે.

ઇન્સ્ટીટયૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજિત ઓનલાઇન  કાર્યક્રમ ઇન્ડિયા ડિજિટલ કન્વરઝેશનમાં ‘લિડિગ ઇન્ડિયાસ ડિજિટલ રેવોલ્યુશન’ વિષય પરની ચર્ચામાં મૂર્તિએ ભારતના જીડીપી અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.  

ટુરિઝમ બંધ થતા વૈશ્વિક જીડીપીમાં 5-10 ટકાનો ઘટાડો

તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક જીડીપીમાં ઘટાડો થયો છે. વૈશ્વિક વેપારમાં મોટા પાયે ઘટીડો થયો છે. વૈશ્વિક ટુરિઝમ બંધ થઇ ગયું છે. વૈશ્વિક જીડીપીમાં પણ પાંચથી દસ ટકાનો ઘટાડો થવાની શક્યતા છે.

કોરોના સાથે જીવતા શીખવું પડશે

તેમણે જણાવ્યું હતું કે હું લોકડાઉનના પહેલા દિવસ 24 માર્ચથી કહી રહ્યો છું કે લોકોએ કોરોનાવાઇરસ સાથે જીવતા શીખી લેવું પડશે કારણકે તેની કોઇ વેક્સીન નથી, તેનો કોઇ ઇલાજ નથી અને આિર્થક પ્રવૃત્તિઓ પર બ્રેક મારવી યોગ્ય નથી.

કોરોના વાયરસની રસી આવતા 6 મહિના કે તેથી વધુનો સમય

તેમણે જણાવ્યું હતું કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં કોરોનાવાઇરસની પ્રથમ રસી બનાવવામાં આવે તેવી શક્યતા છે અને તેને આપણા દેશમાં આવતા 6 થી 9 મહિનાનો સમય લાગી શકે છે. જો કે આપણે દરરોજ એક કરોડ લોકોને વેકસીન આપીએ તો દેશા તમામ લોકોને વેકસીન આપવામાં 140 દિવસનો સમય લાગશે.

કોરોનાને કારણે 14 કરોડ કામદારોને અસર

આ એક લાંબો સમયગાળો છે. તેમણે જણાવ્યું હતું કે આપણે અર્થતંત્રને અટકાવી ન શકીએ. આ વાઇરસને કારણે કુલ 14 કરોડ કામદારોને અસર થઇ છે. તેથી સમજદારી એ જ વાતમાં છે કે કોરોનાવાઇરસ સાથે જીવતા શીખવું પડશે. આર્થિક પ્રવૃત્તિઓ ચાલુ રાખીને કોરોના સામે લડવુ પડશે.

MUST READ:

Related posts

BIG NEWS/ ઠાણેના ભિવંડીમાં 3 માળની ઈમારત પત્તાની જેમ તૂટી પડી, 8ના મોત અને ઘણા લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા

pratik shah

સારા સમાચાર/ કોરોના સંકટ વચ્ચે દેશમાં સતત બીજા દિવસે 94 હજાર દર્દી કોરોનામુક્ત, છેલ્લા 24 કલાકમાં 12 લાખથી વધુ ટેસ્ટ

pratik shah

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી પાંચ દિવસ માટે મળશે, સખ્ત નિયમો અને કોવિડ-19ની ગાઈડલાઈનું ચુસ્ત પાલન કરાશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!