GSTV
Home » News » બ્રિટિશ સંસદનો ચોંકાવનારો રિપોર્ટ, રાઇઝિંગ ભારત સાથે સારા સંબંધોની વૈશ્વિક સ્પર્ધામાં દેશ પાછળ

બ્રિટિશ સંસદનો ચોંકાવનારો રિપોર્ટ, રાઇઝિંગ ભારત સાથે સારા સંબંધોની વૈશ્વિક સ્પર્ધામાં દેશ પાછળ

બ્રિટિશ સંસદીય તપાસ રિપોર્ટમાં સોમવારે ચેતવણી આપવામાં આવી હતી કે, બ્રિટેન (યુકે) ભારત સાથે સારા સંબંધો માટેની સ્પર્ધામાં પાછળ જઈ રહ્યું છે એટલું જ નહીં પરંતુ તે દુનિયામાં ભારતની વધતી તાકાત અને પ્રભાવ અનુસાર તેમની વ્યૂહરચના બદલવામાં પણ નિષ્ફળ રહ્યું છે. યુકે-ઇન્ડિયા વીક 2019 ની શરૂઆત પહેલા, આ અહેવાલને બ્રિટિશ સંસદમાં ‘ભારત દિવસ’ ના પ્રસંગે ‘બિલ્ડિંગ બ્રિજેજ : રીઅવેકનીંગ યુકે-ઇન્ડિયા ટાઈઝ’ નામથી આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.

બંને દેશો વચ્ચેના સંબંધોને ફરીથી સ્થાપિત કરવાનો આ રિપોર્ટનો હેતુ છે, તેને ભારતીય પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે વધુ સારું વિઝા અને ઇમિગ્રેશન નીતિ બનાવીને સંબંધો સુધારવા માટે કહેવામાં આવ્યું છે. રિપોર્ટમાં બ્રિટન પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તે દ્વિપક્ષી સંબંધોની તક ગુમાવી રહ્યું છે. સંસદીય રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ” રાઇઝિંગ ભારત સાથે સારા સંબંધોની વૈશ્વિક સ્પર્ધામાં બ્રિટેન પાછળ જઈ રહ્યું છે..

ભારતની સાથે બ્રિટિશ સંબંધોની તાજેતરની સ્ટોરી ગુમાવવામાં આવેલી તકની સ્ટોરી છે.” તેમાં જણાવવામાં આવ્યું છે કે, “ભારત સાથે સંબંધોમાં સુધારો લાવવા માટે સરકારને કેટલાક મજબૂત પગલાં લેવા પડશે, ખાસ કરીને ભારતીયોને બ્રિટનમાં મુસાફરી કરવાનું સરળ બનાવવા, અહીં કામ કરવા અને અભ્યાસ કરવો વગેરેમાં સરળતા લાવવી પડશે. ” વિઝા અંગે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચીન જેવા બિન – લોકશાહી દેશોની સરખામણીએ ભારતને વધુ કડક નિયમો અનુસરવા પડે છે.

સંસદીય અહેવાલમાં જણાવાયું છે કે, આવી ઇમીગ્રેશન નીતિઓની તરફેણમાં કોઈ દલીલ કરી શકાતી નથી, જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓના આકર્ષણો દેશ પ્રત્યે સમાપ્ત થઇ રહ્યા છે. વિદ્યાર્થીઓ અને પર્યટકો ફક્ત આપણી અર્થવ્યવસ્થામાં જ ફાળો આપતા નથી પરંતુ તેમના દ્વારા લાંબા ગાળાના દ્વિપક્ષીય સંબંધોને પણ વિકસિત કરે છે.

READ ALSO

Related posts

દુશ્મનોની હવે ખેર નથી, પાકની નાપાક હરકતો પર નજર રાખશે ISROની આ ‘ત્રીજી આંખ’

Bansari

રાજસ્થાનમાં ગહેલોતે જાળવ્યો દબદબો, સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને 961 અને ભાજપને 737 વોર્ડમાં મળી જીત

Mansi Patel

મહારાષ્ટ્રની મોંકાણમાં શિવસેનાની અગ્નિપરીક્ષા, નેતાઓને હવે ભાજપ લાગી રહી છે સારી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!