GSTV

વીજ કટોકટીના મંડાણ/ દેશના 15 વીજમથકોમાં એક દિવસ ચાલે તેટલો કોલસો નથી, આ રાજ્યોમાં વીજ એકમોની સ્થિતિ નાજુક

વીજળી

Last Updated on October 14, 2021 by Bansari

દેશમાં કોલસાની કટોકટીના પગલે કેટલાક વીજએકમો એવા છે તેની પાસે એક દિવસ ચાલે તેટલો પણ કોલસો નથી. રોજ કોલસો મળે છે અને વીજ ઉત્પાદન કરવામાં આવે છે. ઉત્તરપ્રદેશ-હરિયાણામાં આવા એકમોની સંખ્યા ત્રણ-ત્રણ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં આવા એકમોની સંખ્યા બે-બે છે.

વીજ

ઉત્તરપ્રદેશ, હરિયાણા પાસે ત્રણ-ત્રણ, મહારાષ્ટ્ર અને પ. બંગાળના બે-બે વીજ એકમો પાસે એક દિવસનો રિઝર્વ કોલસો નથી

કેન્દ્રીય વીજ ઓથોરિટીની સાઇટ પર આપવામાં આવેલા આંકડાઓ પરથી આ વીજ એકમોમાં કોલસાની અછતનો અંદાજ લગાવી શકાય છે. વેબસાઇટ પર ઉપલબ્ધ ૧૧ ઓક્ટોબરના આંકડા મુજબ દેશના ૧૫ વીજ એકમોમાં એક દિવસ ચાલે તેટલો પણ રિઝર્વ કોલસો નથી. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને ઝારખંડના એક-એક વીજ એકમો પણ કોલસાની કમીનો સામનો કરી રહ્યા છે. તેનો અર્થ એ થયો કે જો આ વીજ એકમોને મળતા કોલસામાં એક દિવસ ઘટ પડી કે વિલંબ થયો તો વીજ ઉત્પાદન સ્થગિત થઈ શકે છે અથવા બંધ થઈ શકે છે.

વીજ

35,260 મેગાવોટની ક્ષમતા ધરાવતા 27 વીજએકમો પાસે એક જ દિવસનો રિઝર્વ સ્ટોક

સામાન્ય રીતે આ વીજ એકમોમાં કોલસાના રિઝર્વ સ્ટોક ૨૦ દિવસનો હોય છે. આ વીજ એકમોની ઉત્પાદન ક્ષમતા ૧૫,૨૯૦ મેગાવોટ છે. આ વીજ એકમો ઉપરાંત બીજા કેટલાક વીજએકમોની સ્થિતિ પણ નાજુક છે. ૩૫,૩૬૦ મેગાવોટની વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતા ૨૭ વીજએકમોમાં ફક્ત એક દિવસનો રિઝર્વ સ્ટોક છે. જ્યારે ૨૦ વીજએકમો એવા છે જેની પાસે ફક્ત બે દિવસ ચાલે તેટલો સ્ટોક છે. જ્યારે ૨૧ વીજએકમોમાં ત્રણ દિવસ ચાલે તેટલો સ્ટોક છે. વેબસાઇટ મુજબ કોલસાના પુરવઠામાં ઘટાડાનું કારણ પ્લાન્ટો દ્વારા સ્ટોક તૈયાર ન કરવો, પ્લાન્ટો પર કોલસા કંપનીઓની બાકી રકમ તથા કોલસાના પરિવહનમાં આવેલી મુશ્કેલી સામેલ છે.

Read Also

Related posts

આઉટ ઓફ કંટ્રોલ ઇંધણના ભાવ! આજે ફરી થયું પેટ્રોલ-ડીઝલ મોંઘુ, જાણો લેટેસ્ટ અપડેટ

Damini Patel

હોબાળો/ આદિવાસી ન હોવા છતાં નિમિષા સુથારને આરોગ્ય મંત્રી બનાવી દીધા, ભાજપના સાંસદે ભાજપના જ મંત્રી સામે મોરચો માંડયો

Pravin Makwana

ગુજરાત સરકારનો મોટો નિર્ણય/ સરકારી નોકરીમાં પતિ-પત્નીને એક જગ્યાએ કે નજીકના સ્થળે મૂકવા આદેશ, પાંચ વર્ષનો નિયમ રદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!