GSTV
Home » News » દેશની આ કંપનીને 202 કરોડની ફટકારવામાં આવી પેનલ્ટી, વર્ષ 2022 સુધી ચૂકવવાનો આદેશ

દેશની આ કંપનીને 202 કરોડની ફટકારવામાં આવી પેનલ્ટી, વર્ષ 2022 સુધી ચૂકવવાનો આદેશ

ગાંધીનગર- એસ્સાર પાવર કંપનીએ પાવર સપ્લાય કરવાના કરાર કર્યા પછી ગુજરાત ઉર્જા વિકાસ નિગમને શરતો પ્રમાણે પાવર સપ્લાય નહીં કરતાં સરકારના ઉર્જા વિભાગે 202 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે જે કંપનીએ 36 હપ્તામાં જૂન 2022 સુધીમાં ભરવાનો રહેશે. ઉર્જા વિભાગે જણાવ્યું હતું કે એસ્સાર પાવર ગુજરાત લિમિટેડ પાસેથી નાણાકીય વર્ષ 2017-18 માટે 68.11 કરોડ અને નાણાકીય વર્ષ 2018-19 માટે 134.17 કરોડની પેનલ્ટી વસૂલ કરવાની થાય છે. વીજ ખરીદી કરારની શરતોનો આ કંપનીએ ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે.

કંપનીએ ગુજરાત ઉર્જા વિકાસ નિગમને કરાર પ્રમાણે વીજળી આપી ન હતી. સામાન્ય રીતે વીજ ખરીદી કરારની શરતો મુજબ પાછલા નાણાકીય વર્ષની વસૂલ કરવાની થતી પેનલ્ટીની રકમ ત્યારપછીના નાણાકીય વર્ષના પ્રથમ મહિનામાં વીજ ખરીદી બીલની ચૂકવવા પાત્ર રકમમાંથી વસૂલ કરવાની હોય છે.

વર્ષ 2018-19 દરમ્યાન એસ્સાર કંપનીએ તેનો પાવર પ્લાન્ટ બંધ હોવાથી વીજ પુરવઠો પુરો પાડ્યો ન હતો તેથી દંડની રકમ વસૂલ કરી શકાઇ નથી. એસ્સાર પાવર ગુજરાત લિમિટેડની રજૂઆત અને વિનંતીને ગ્રાહ્ય રાખી દંડની રકમ 36 હપ્તામાં વસૂલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ ઉપરાંત કંપની પાસેથી વિલંબિત ચૂકવણી ચાર્જીસ પણ વસૂલ કરવામાં આવશે. એસ્સાર પાસેથી આ બાકી રકમ જૂન 2022 સુધીમાં વસૂલ કરવામાં આવશે.

READ ALSO

Related posts

લાલુ યાદવે 2006માં શરૂ કરાવેલી તમામ ગરીબરથ ટ્રેનો બંધ કરાશે, મોદી સરકારે ઘડી કાઢ્યો આ પ્લાન

Riyaz Parmar

બિહાર વિધાનસભાનો ઘેરાવ કરવા જઈ રહેલાં શિક્ષકો પર પોલીસનું દમન

Mansi Patel

મોદી સરકારનો મોટો નિર્ણય, એક જ ઝાટકે રદ્દ કરી દીધા આ 58 કાયદા… હજુ પણ કંઈક મોટુ કરવાની તૈયારીમાં

Arohi
Do NOT follow this link or you will be banned from the site!