GSTV

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Last Updated on December 9, 2021 by GSTV Web Desk

તમિલનાડુના કન્નૂરમાં દેશના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થતાં તેમનું મોત થયું છે. તેમની શૌર્યગાથા દેશ ક્યારેય ભૂલી શકે તેમ નથી. બિપિન રાવત ઊંચાઈ પર યુદ્ધ લડવાના એક્સપર્ટ હતા. જેથી તેમને સેનાના ઉત્તમ નાયક પણ કહેવામાં આવતા હતા.

CDS બિપિન રાવતે પોતાના કરિયરનો એક મોટો ભાગ ભારતીય સેનામાં સેવા આપીને પસાર કર્યો છે. બિપિન રાવત ઊંચાઈ પર યુદ્ધ લડવામાં માહેર હતા. તેમને વળતો જવાબ આપવાની કાર્યવાહીના એક્સપર્ટ માનવામાં આવે છે. જેને કાઉન્ટર ઈમર્જન્સી ઓપરેશન કહેવામાં આવે છે.

2016માં જ્યારે આતંકવાદીઓએ ઉરી સેનાના કેમ્પ પર હુમલો કર્યો ત્યાર બાદ બિપિન રાવતે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે આતંકી હુમલા પછી 29 સપ્ટેમ્બર 2016માં પાકિસ્તાનમાં આવેલી આતંકી કેમ્પ પર હુમલો કરવા માટે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ સર્જિકલ સ્ટ્રાઈક બિપિન રાવતે ટ્રેન્ડ પેરા કમાન્ડોના માધ્યમથી કરી હતી. ઉરીમાં સેનાના કેમ્પ અને પુલવામામાં સીઆરપીએફ પર થયેલા હુમલામાં ઘણા જવાનો શહીદ થયા પછી સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.

Param Vishisht Seva Medal

જનરલ બિપિન રાવતે આર્મી સર્વિસ દરમ્યાન એલઓસી, ચીન બોર્ડર અને નોર્થ-ઈસ્ટમાં ઘણો લાંબો સમય પસાર કર્યો હતો. બિપિન રાવતે કાશ્મીર ખીણમાં પહેલા નેશનલ રાઈફલ્સમાં બ્રિગેડિયર અને ત્યાર પછી મેજર જનરલ તરીકે ડિફેન્સ ડિવિઝનની કમાન સંભાળી હતી. સાઉથ કમાન્ડની કમાન સંભાળતાં તેમણે પાકિસ્તાનથી પશ્ચિમી સીમા પર મિકેનાઈઝ્ડ- વોરફેર સાથે એરફોર્સ અને નેવીની સાથે પણ સારો તાલમેલ ગોઠવ્યો હતો. આ ઉપરાંત બિપિન રાવત ચીનની બોર્ડર પર કર્નલ તરીકે ઈન્ફેન્ટ્રી બટાલિયનની કમાન સંભાળી હતી. જે બાદ તેમને દેશના પહેલા સીડીએસની જવાબદારી સોંપવામાં આવી હતી.

Read Also

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!