GSTV

વીજ સંકટ/ ઉજાશના પર્વમાં અંધકાર માટે તૈયાર રહેજો, દેશના 73 ટકા પાવર પ્લાન્ટની પાસે માત્ર આટલા દિવસનો કોલસાનો સ્ટોક

વીજ

Last Updated on October 23, 2021 by Bansari

દેશમાં છેલ્લા 15 દિવસથી કોલસો નથી તેમજ વીજળીનું સંકટ તોળાવાનું હોવાની આશંકા સેવાઈ રહી છે. જો કે, કોલ ઈન્ડિયા રેકોર્ડ સ્તરે કોલસાનું ઉત્પાદન કરી રહી છે. પરંતુ દેશમાં મોટા પાવર પ્લાન્ટમાં કોલસાની અછત સર્જાઈ છે. ક્રિસીલના એક રિપોર્ટ પ્રમાણે દેશના 73 ટકા પાવર પ્લાન્ટની પાસે તો આશરે પાંચ દિવસનો જ કોલસાનો સ્ટોક વધ્યો છે. કેટલાક રાજ્યોમાં તો કોલસાની એવી અછત છે કે જ્યાં વીજકાપ હવે સામાન્ય વાત થઈ ગઈ છે. જેના લીધે તમામ ઉત્પાદન એકમોના ઓપરેશન કામચલાઉ રીતે બંધ કરવાની નોબત આવી છે.

વીજ

શિયાળામાં ઘટશે વીજળીની માંગ

ઑકટોબરમાં તો આ સમસ્યા ભયંકર થઈ છે. કારણ કે, કોલસાના સ્ટોક ધરાવતા પ્લાન્ટસની સંખ્યા મહિનામાં આશરે 25 ટકા વધી ગઈ છે. નિષ્ણાતોનું માનીએ તો ઠંડી પડવાની સાથે વીજળીની માંગમાં પણ ઘટાડો થશે. જેથી આગામી દિવસોમાં તમામ પ્લાન્ટસમાં કોલસાની સમસ્યામાં સુધારો થશે. કારણ કે, સરકાર તરફથી સપ્લાયને વધારવા પૂરતી કોશિશ કરવામાં આવી રહી છે. વૈશ્વિક કોલસાની કિંમતોમાં થયેલા વધારાને લીધે તેની આયાતમાં ઘટાડો આવ્યો છે. જેથી પાવર પ્લાન્ટસની સમસ્યાઓમાં વધારો થયો છે.

વીજ

કેટલાક શહેરોમાં 14 કલાક સુધી વીજકાપ

કોલસાનો પુરવઠો ઓછો કેટલાક શહેરોમાં 14 કલાક સુધી વીજકાપહોવાથી કેટલાક શહેરોમાં 14 કલાક સુધી વીજકાપ થઈ રહી છે. જ્યારે દુનિયાનૌ સૌથી મોટા કોલસા ઉત્પાદન કોલ ઈન્ડિયા હજી પણ રેકોર્ડ કોલસાનું પ્રોડક્શન કરી રહ્યું છે. રિપોર્ટમાં ઉલ્લેખ પ્રમાણે કોલસાની અછત બે પ્રકારથી ગ્રાહકો પર પડશે. એક ઔદ્યોગિક રીતે અને કંપનીને પડશે. આના લીધે વીજળીના ભાવ એકાએક વધી જશે. રિપોર્ટ અનુસાર, કોલસાના જથ્થાની સમસ્યા આગામી 15થી 18 દિવસ સુધી રહેશે. આગામી ત્રણ મહિનાઓ સુધી સરેરાશ માંગ પણ ગત મહિનાઓની સરખામણીએ ઓછી થશે. વીજળીની સમસ્યાની સાચી હકીકત માર્ચ-મે 2022માં જોવા મળશે, જ્યારે ગરમી વધશે.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!