GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

કોરોના વાયરસનું રૌદ્ર સ્વરૂપ : ચીનમાં મૃત્યુઆંક 1500ને થયો પાર, જાપાનમાં પ્રથમ મોતનાં સમાચાર

ચીનમાંથી શરૂ થયો કોરોના વાયરસનાં દ્વારા મોતનો તાંડવ હવે દુનિયાનાં ઘણા દેશમાં દેખાઈ રહ્યો છે. ત્યારે કોરોનાના કારણે જાપાનમાં પ્રથમ મોતનો મામલે સામે આવ્યો છે. જાપાનનાં સ્વાસ્થ્ય મંત્રીએ પુષ્ટી કરી છે કે ત્યાં એક 80 વર્ષની વૃદ્ધ મહિલાની કોરોના વાયરસનાં કારણે મોત થઈ છે. જ્યારે ચીનમાં મોતનો આંકડો સતત પણે વધી રહ્યો છે. કોરોનાનાં કારણે ચીનમાં આંકડો 1500ને પાર પહોંચ્યો છે. કોરોના વિશ્વનાં અન્ય દેશોમાં પણ રુદ્ધ સ્વરૂપ લઈ રહ્યું છે, ચીન પછી હોંગકોંગ, ફિલીપિન્સ અને હવે જાપાનમાં મોતનો મામલો સામે આવ્યો છે.

ત્યારે જાપાનનાં યોકોહામા તટ પર પાર્ક કરાયેલા ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝ પર કોરોનાનાં નવા 28 મામલાઓ સામે આવ્યા છે, ત્યારે આ સાથે ક્રૂઝ પર કુલ 218 મામલાઓ સામે આવી ચૂક્યા છે. સાથે ક્રૂઝમાં ફરજ પર હાજર કેટલાક અધિકારીઓ પણ ચેપગ્રસ્ત છે.

આ ક્રૂઝ પર કુલ 3711 યાત્રીઓ છેલ્લા એક અઠવાડીયાથી ફસાયેલા છે. સાથે ગંભીર બાબત એ છે કે આ ક્રૂઝ પર 138 ભારતીય નાગરીકો પણ ફસાયેલા છે. જેમાં બે ભારતીયોમાં કોરોના પોઝીટીવ આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે ભારતીય એમ્બેસી જાપાન સરકારનાં સતત સંપર્કમાં છે.

ચીનમાં કોરોનાથી ચેપગ્રસ્ત લોકોનો આંકડો 65 હજાર પાર પહોંચી છે. ત્યારે આ જીવલેણ બીમારીની અસર બાર્સિલોનામાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ પર પડી છે. 24થી27 ફ્રેબ્રુઆરી સુધી આયોજીત આ પ્રોગ્રામને અનિશ્ચિત કાળ સુધી રદ કરીદેવામાં આવી છે.

કોરોના વાયરસનાં ખતરાને જોઈને કેન્દ્ર સરકાર સતર્ક છે. પ્રધાનમંત્રી નરેંન્દ્ર મોદીની નિર્દેશતા પર એક ઉચ્ચ સ્તરીય મંત્રી (GOM) સમૂહનું ગઠન કરવામાં આવ્યું છે. આ મંડળ નોવેલ કોરોના વાયરસનાં પ્રબંધન માટે ઉઠાવવામાં આવેલા પગલા અને તૈયારીઓ પર બાજ નજર રાખશે, અને સમય સમય પર પરિસ્થિતિની સંપૂર્ણ રીતે સમીક્ષા કરશે.

READ ALSO

Related posts

ઝવેરીબજારોમાં રેકોર્ડબ્રેક તેજી: વિશ્વબજારમાં ભાવ 2050 ડોલરની સપાટી વટાવી ગયા, સોનામાં 57700નો વિક્રમ

pratik shah

દાઝ્યા પછીનું ડહાપણ, નિર્દોષોની જિંદગી હોમાયા પછી વહીટીતંત્રે લીધા મહત્વના નિર્ણયો

pratik shah

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓને કરશે સંબોધન, નવી શિક્ષણનીતિ પર કરશે વાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!