મધ્યપ્રદેશના મહેશ્વરમા ચાલી રહેલા દબંગ 3ના શૂટિંગની એક તસવીર વાયરલ થયા બાદ સર્જાયેલા વિવાદના પગલે સુપર સ્ટાર સલમાનખાને સફાઈ આપી હતી.સલમાનખાને કહ્યુ હતુ કે, કેટલાક અખબારો અને સોશ્યલ મીડિયા પર શૂટિંગ અંગે ખોટી જાણકારી અપાઈ રહી છે.જે વિડિયો બતાવાઈ રહ્યો છે તેમાં કહેવાયુ છે કે, મહેશ્વરના નર્મદા ઘાટ પર બનેલા શિવલિંગ પર સ્ટેજ બનાવાયુ છે.તેના પર લોકો ઉભા છે.મેં પોતે શિવલિંગનુ અપમાન ના થાય તેનુ ધ્યાન રાખ્યુ છે.
સલમાનખાને કહ્યુ હતુ કે, હું પોતે જ મોટો શિવભક્ત છું.કોઈ ઈચ્છતુ હોય કે અમે પેક અપ કરીને અહીંથી જતા રહીએ તો અમે જતા રહીશું.મારો ઈન્દોર અને મહેશ્વર સાથે બહુ જુનો નાતો છે.અહીંયા મારા દાદાજી પણ સેવા આપવા માટે આવતા હતા.અમે તો કમલનાથના કહેવા પર આવ્યા હતા.અહીંયા શૂટિંગ નહી થાય તો મારુ કોઈ નુકસાન નહી થાય પણ જેમને શૂટિંગના કારણે રોજગારી મળી રહી છે તેમને નુકસાન થશે.અહીંયા શૂટિંગથી પર્યટનને પણ પ્રોત્સાહન મળવાનુ છે.
જણાવી દઇએ કે સલમાન ખાને મધ્યપ્રદેશમાં નર્મદાના ઘાટ પર દંબગ-3નુ શૂટિંગ શરુ કરી દીધુ છે.જોકે શૂટિંગના બીજા જ દિવસે સલમાનખાન વિવાદમાં ઘેરાયો છે.ફિલ્મના શૂટિંગમાં ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ સ્થાનિક સંગઠન નવયુવક હિન્દ મંડળે મુક્યો છે.સંગઠનનુ કહેવુ છે કે, મહેશ્વરમાં નર્મદા ઘાટ પર દબંગ 3ના ટાઈટલ ગીતના શૂટિંગ દરમિયાન સાધુ સંતોને નાચતા બતાવાયા છે.જેનાથી ભારતીય સંસ્કૃતિની ખોટી તસવીર રજૂ થઈ રહી છે.
સંગઠને કલેક્ટરને આવેદનપત્ર આપીને કહ્યુ છે કે, આ ફિલ્મનુ શૂટિંગ રોકવામાં આવે.ફિલ્મ બનાવનાર ધાર્મિક લાગણીઓ સાથે રમત કરી રહ્યા છે.દબંગ ત્રણનુ શૂટિંગ મહેશ્વર અને મધ્યપ્રદેશના અન્ય એક સ્થળ માંડુમાં થવાનુ છે.
સલમાન ખાનની ફિલ્મ દબંગ 3નું શુટિંગ સોમવારે શરૂ થઇ ગયું છે. મધ્ય પ્રદેશમાં ફિલ્મનું શુટિંગ કરવામાં આવી રહ્યું છે. સલમાન ખાન આ ફિલ્મ સાથે સંબંધિત તસવીરો અને અપડેટ્સ સતત શેર કરતો રહે છે. આ વચ્ચે તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે સાઇકલ લઇને રસ્તા પર નીકળી પડ્યો છે અને પાછળ ફેન્સ શોર મચાવતા દોડી રહ્યાં છે. આ વીડિયો મધ્ય પ્રદેશના નાનકડા ગામ મંડલેશ્વરનો છે.
આ ફિલ્મમાં સલમાન પોલીસ ઑફિસર ચુલબુલ પાંડેના બાળપણના કિસ્સાને પણ લાવી રહ્યો છે જે પહેલાં ગુંડા જેવો હતો. પછીથી તે કેવી રીતે પોલીસવાળો બને છે તે સ્ટોરી ફિલ્મમાં દર્શાવવામાં આવશે.
Read Also
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ