GSTV
Home » News » પુલવામા હુમલા પર આ નેતાનું વિવાદિત નિવેદન, “વોટ માટે જવાનોને મારી નાખવામાં આવ્યા”

પુલવામા હુમલા પર આ નેતાનું વિવાદિત નિવેદન, “વોટ માટે જવાનોને મારી નાખવામાં આવ્યા”

પુલવામા હુમલાને રાજકીય સ્વરૂપ આપી મત મેળવવા માટે રાજકારણીઓ કંઈ બાકી નથી રાખી રહ્યા. આ પહેલા પણ પ્રવર્તમાન સરકાર અને વિપક્ષ વચ્ચે પુલવામા હુમલાને લઈને રાજકીય સ્થિતિનું સર્જન થયું હતું. પણ પુલવામા હુમલો રાજકીય રીતે ઠંડો પડે ત્યાં કોઈ રાજકારણી તેના વિશે નિવેદન આપી ફરી ભડકો કરે છે અને હવે ભડકો કરવાનું કામ સમાજવાદી પાર્ટીના નેતાએ કર્યું છે. જેમણે વર્તમાન ભાજપ સરકાર પર પ્રહાર કર્યો છે.

પુલવામામાં સીઆરપીએઉફના કાફલા પર થયેલા આતકી હુમલાને લઈને સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવે વિવાદિત નિવેદન આપ્યું હતું. એક કાર્યક્રમમાં રામ ગોપાલ યાદવે કહ્યું હતું કે, પુલવામા આતંકી હુમલામાં વોટ માટે જવાનોને મારી નાખવામાં આવ્યા. એસપીના મહાસચિવે કહ્યું કે, પેરામિલિટ્રી ફોર્સેઝ સરકારથી દુખી છે. વોટ માટે જવાનોને મારી નાખવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર શ્રીનગરની વચ્ચે ચેકિંગ નહોતું. સામાન્ય બસથી જવાનોને મોકલવામાં આવ્યા. આ સાજીશ હતી. અત્યારે નથી કહેવા માગતો, જ્યારે સરકાર બદલશે ત્યારે તપાસ થશે અને મોટા મોટા નામો ખુલશે.

પુલવામા આતંકી હુમલાને લઈને આખરે અખિલેશ યાદવના નજીકના એમપી મહાસચિવનું આ નિવેદન પાર્ટી માટે ચૂંટણી પહેલા મુસીબત ઉભી કરી શકે છે. આ પહેલા કોંગ્રેસના નેતા હરિપ્રસાદે પણ પુલવામાં હુમલામાં વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની આ મિલીભગતથી હુમલો થયો છે.

હરિપ્રસાદે કહ્યું હતું કે, જો પુલવામાં હુમલા બાદ ઘટનાક્રમ પર નજર નાખવામાં આવે તો પીએમ નરેન્દ્ર મોદી અને ઈમરાન ખાન વચ્ચે મેચ ફિક્સીંગ થઈ હતી. જેના પર ભાજપે કોંગ્રેસ પર પલટવાર કરતા કહ્યું હતું કે, આ તમામ વસ્તુઓ રાહુલ ગાંધીના ઈશારે થઈ રહી છે. ત્યારે હવે સમાજવાદી પાર્ટીના નેતાનું નિવેદન આવતા રાજકીય ભૂકંપ જેવી સ્થિતિનું સર્જન થયું છે.

READ ALSO

Related posts

ભરણ પોષણ માટે પતિએ પત્નીને 34 હજાર સિક્કા આપ્યા, જજ પણ જોતા રહી ગયા

Mayur

બ્રિટિશ ઓઈલ ટેન્કર પર ઈરાનનો કબજો, 18 ભારતીય સહિત 23 ક્રૂ મેમ્બરને છોડાવવા પ્રયાસ ચાલુ

Mayur

વરસાદના કારણે દિલ્હી, પંજાબ, હરિયાણામાં શાકભાજીના ભાવ આસમાને

Mayur
Do NOT follow this link or you will be banned from the site!