GSTV

કોંગ્રેસે આમાં હરખાવા જેવું નથી કોંગ્રેસનાં પણ ધારાસભ્યો લાઇનમાં જ છે : વિજય રૂપાણી

કેતન ઇનામદારના રાજીનામાને લઇને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સૌપહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કેતન ઇનામદારની નારાજગી દૂર થવાનો વિશ્વાસ વ્યકત કર્યો છે. તેમણે કહ્યુ કે જે થશે તે સારૂ થશે. તેમણે કહ્યુ કે કેતનભાઇ જવાબદાર ધારાસભ્ય છે. નાના મોટા પ્રશ્નો સરકારમાં થતા હોય છે તેને ઉકેલવા સતત પ્રયત્નશીલ હોઇએ છીએ. સાથે જ ભાજપના ઘણા ધારાસભ્યો નારાજ હોવાના કોંગ્રેસના નિવેદન પર પણ નિશાન સાધતા કહ્યુ કે કોંગ્રેસે આમાં હરખાવા જેવુ નથી. કોંગ્રેસના પણ ધારાસભ્યો લાઇનમાં છે.

સમયની અનુકૂળતા હશે ત્યારે વાત કરીશું : જીતુ વાઘાણી

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કેતન ઇનામદાર સાથે સકારાત્મક વાતચીત થઇ રહ્યાનુ જણાવ્યુ છે. જીતુ વાઘાણીએ કહ્યુ છે કે બુધવારે તેમજ આજે પણ તેમની સાથે વાતચીત થઇ છે. તેમણે કહ્યુ છે કે અમારા બંને વચ્ચે સમયની અનુકૂળતા હશે ત્યારે અમે બંને બેઠક કરીશુ. તેમણે કહ્યુ કે ઇનામદારને કોઇ પદની અપેક્ષા નથી. તેમણે કહ્યુ કે વિધાનસભા વિસ્તારની જે કોઇ સમસ્યા હશે તેને લઇને સકારાત્મક ચર્ચા થશે અને તેનો ઉકેલ લવાશે. સાથે જ કેતન ઇનામદારના રાજીનામા બાદ સાવલી અને ડેસરમાં પડેલા રાજીનામાને પણ તેમણે અયોગ્ય ગણાવ્યા છે.

ભાજપમાં અનેક ધારાસભ્યો રાજીનામા આપી શકે છે

કેતન ઇનામદારને કોંગ્રેસમાં જોડાવવા ઓપન ઓફર અપાઇ છે. વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા. પરેશ ધાનાણીએ કહ્યું કે, ભાજપમાં ઇમાનદાર લોકો રહી શકે તેમ નથી. આગામી સમયમાં ભાજપમાં અનેક ધારાસભ્ય રાજીનામા આપી શકે છે. તેમણે ભાજપમાં સરમુખત્યારશાહી ચાલતી હોવાનો આક્ષેપ કર્યો છે. ધાનાણીએ કહ્યુ કે ભાજપના ઘણા ધારાસભ્યો અમારી પાસે આવી સરકાર સામે બળાપો કાઢી જાય છે. અમે તેમને આશ્વાસન આપીએ છીએ. જનતા હવે જાગી છે, ઇનામદાર લોકો અવાજ ઉઠાવતા થયા છે તેની શરૂઆત સાવલીના ધારાસભ્યએ કરી છે. આવનાર દિવસોમાં વધુ ધારાસભ્યો ખુલીને બહાર આવે તેવી શક્યતા ધાનાણીએ વ્યકત કરી છે. છે. સાચુ બોલનારા લોકોને કોંગ્રેસ પક્ષ સમર્થન આપશે અને ગુજરાતની જનતા આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને સબક શીખવાડશે.

ભાજપમાં અનેક લોકો નારાજ છે

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ રાજ્યની રૂપાણી સરકાર પર પ્રહાર કર્યા હતા. અમિત ચાવડાએ કહ્યું કે, ભાજપમાં અનેક લોકો નારાજ છે. ગુજરાતની પ્રજાની સરકાર સામે તમામ રીતે નારાજગી બહાર આવી છે. ભાજપના ધારાસભ્યો પણ સરકાર સામે બળવો પોકારવાના મૂડમાં છે. સરકારમાં ધારાસભ્યોનું પણ કોઇ સાંભળતુ નથી. ભાજપમાં ઉકળતો ચરૂ બહાર આવ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે સરકારમાં બેઠેલા મંત્રીઓ અને અધિકારીઓ મનમાનીથી સરકાર ચલાવે છે. મનમાનીનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે, ભાજપમાં આંતરિક વિખવાદ છે. જે રીતે ગુજરાતની જનતાની લૂંટ કરવામાં આવી રહી છે તે પણ આવનારા સમયમાં બહાર આવશે.

READ ALSO

Related posts

ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આવ્યા મોટા સમાચાર, આ તારીખે યોજાઈ શકે છે ચૂંટણી

Nilesh Jethva

IPL 2020: કેએલ રાહુલનો સ્કોર પણ પાર ન કરી શકી વિરાટ સેના, પાણીમાં બેસી જતાં 97 રને થઈ ભૂંડી હાર

Pravin Makwana

કોરોનાકાળમાં કરેલી સેવા આ તબિબોને ફળી, રાજ્ય સરકારે આપી આ મોટી ભેટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!