આલોક વર્માએ રાજીનામું ધરી દેતા આ કોંગ્રેસી વકીલ બોલ્યા કે પોપટ પાછો પાંજરે પુરાયો

CBIના નિર્દેશક પદેથી હટાવ્યા બાદ આલોક વર્માઓ મૌન તોડ્યું છે. આલોક વર્માએ જણાવ્યું કે, એક વ્યક્તિએ મારા પર કરેલા આરોપના કારણે મારી બદલી કરવામાં આવી છે. આ તમામ આરોપ કથીત અને તુચ્છ છે. CBIએ એક એવી સંસ્થા છે જ્યાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ પ્રામાણિક રીતે કામ કરે છે. આવી સંસ્થા પર કોઈપણ પ્રકારનું દબાણ કે પ્રભાવ ન હવો જોઈએ.

CBIની અખંડતા જાણવી રાખવાના પ્રયાસના બદલે તેને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આલોક વર્માએ વધુમાં કહ્યું કે, સમિતિને સીબીઆઈના નિર્દેશક તરીકે તેના ભવિષ્યની રણનતિ નક્કી કરવા કામ સોંપવામાં આવ્યું હતું. CBIમાં ઈમાનદારી માટે મારે ફરીવાર ઊભું રહેવું પડશે તો હું એ કામ ફરીવાર કરવા તૈયાર છું.

CBIના નિર્દેશક પદેથી આલોક વર્માને હટાવવામાં આવતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પ્રતિક્રિયા આપી છે. કપિલ સિબ્બલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, પાંજરાનો પોપટ ફરીવાર પાંજરામાં આવ્યો છે. કપિલ સિબ્બલે સીબીઆઈ પાંજરાનો પોપટ જેવા શબ્દનો ઉપયોગ કર્યો છે. સિબ્બલે ટ્વિટમાં જણાવ્યું હતું કે, આલોક વર્માને હટાવીને એવું નક્કી થયું છે કે, પાંજરાનો પોપટ સત્તાધારીઓનો સૂરને બગાડી શકે છે. કપિલ સિબ્બલ સિવાય કોંગ્રેસના નેતા મલ્લિકાઅર્જુન ખડગેએ પણ સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, હવે મિસ્ટર મોદીના દિમાગમાં ડર ફેલાયો છે. તેઓ હવે ઊંધ નથી લઈ રહ્યા વાયુસેનાના 30 હજાર કરોડ રૂપિયા ચોરીને અનિલ અંબાણીને આપ્યા. સરકારે રફાલમાં ગોટાળો કર્યો છે. પરંતુ સરકાર આ વાતનો સ્વિતાર કરવા તૈયાર નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter