GSTV
Home » News » એમપીમાં સરકાર રચવા માટે કોંગ્રેસ પાસે 1 નહીં 3 છે વિકલ્પ, ભાજપે એટલે જ સ્વીકારી લીધી હાર

એમપીમાં સરકાર રચવા માટે કોંગ્રેસ પાસે 1 નહીં 3 છે વિકલ્પ, ભાજપે એટલે જ સ્વીકારી લીધી હાર

મધ્યપ્રદેશમાં બહુમતથી માત્ર બે બેઠકો દૂર રહી ગયેલી કોંગ્રેસ હવે સરકાર રચવા કટીબદ્ધ બની છે. કોંગ્રેસ પાસે સરકાર રચવા માટે એકથી વધુ વિકલ્પ છે. કમલનાથે  સરકાર રચવા માટેની તૈયારીઓ કરી લીધી છે.  કોંગ્રેસ કઈ રીતે મધ્યપ્રદેશમાં સત્તાના સિંહાસન પર બેસી શકે છે તેના પર નજર કરીએ તો…

કેવી રીતે બનશે સરકાર

વિકલ્પ નંબર 1

  • બહુમતી માટે જરૂર 116 સીટ
  • કોંગ્રેસ 114
  • અપક્ષ 4
  • કુલ 118

વિકલ્પ નંબર 2

  • કોંગ્રેસ 114
  • બસપા 2
  • સપા 1
  • અપક્ષ 4
  • કુલ 121

વિકલ્પ નંબર 3

  • કોંગ્રેસ   114
  • બસપા 2
  • સપા 1
  • કુલ 117

રાજ્યપાલ આનંદીબહેન પટેલે આમંત્રણ આપ્યું

મધ્યપ્રદેશમાં કોંગ્રેસને સરકાર રચવા માટે રાજ્યપાલ આનંદીબહેન પટેલે આમંત્રણ આપ્યું છે. રાજ્યપાલ આનંદીબહેન પટેલે મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતાના પ્રતિનિધિમંડળને મુલાકાત માટે બપોરે બાર વાગ્યાનો સમય આપ્યો છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસને 114 બેઠકો પ્રાપ્ત થઈ છે. સરકાર બનાવવા માટે 116ના ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કમલનાથે રાજ્યપાલ આનંદીબહેન પટેલને પત્ર લખીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળવા માટે ભોપાલ ખાતેના રાજભવનમાં જવાનું છે. મહત્વપૂર્ણ છે કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસે 114, ભાજપે 109, બીએસપીએ બે, સમાજવાદી પાર્ટીએ એક અને ચાર અપક્ષોની જીત થઈ છે.

શિવરાજે મનોમંથન બાદ આપી દીધું રાજીનામું

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન પદેથી શિવરાજસિંહ ચૌહાને રાજીનામું આપ્યું છે. તેમણે મધ્યપ્રદેશમાં ભાજપની હારની જવાબદારી સ્વીકારી છે. શિવરાજસિંહે કહ્યુ છે કે હવે તેઓ આઝાદ છે. રાજ્યપાલ આનંદીબહેન પટેલ સાથે મુલાકાત પહેલા શિવરાજસિંહ ચૌહાને કહ્યુ છે કે ભાજપ મધ્યપ્રદેશમાં સરકાર બનાવવાનો દાવો રજૂ નહીં કરે. સંખ્યાબળમાં ભાજપ પાછળ રહી ગયું છે. સ્પષ્ટ બહુમતીમાં પાછળ રહેવાને કારણે શિવરાજસિંહ ચૌહાને રાજીનામાની જાહેરાત કરી છે. આ પહેલા શિવરાજસિંહ ચૌહાનના નિવાસસ્થાને ભાજપના વરિષ્ઠ નેતાઓની એક બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં મધ્યપ્રદેશમાં આકાર લઈ રહેલી રાજકીય પરિસ્થિતિ પર મનોમંથન કરવામાં આવ્યું હતું.

Related posts

ટ્રાફિકનો દંડ ઘટાડવાની સીએમ રૂપાણી પાસે પણ નથી સત્તા, આ છે દેશનું બંધારણ

Riyaz Parmar

રામ જન્મભૂમિ પર હિંદુઓનો અધિકાર, અયોધ્યા બનશે દુનિયાનું કેન્દ્ર: સુબ્રમણ્યમ સ્વામી

Bansari

આ રાજ્યનાં મુખ્યમંત્રીનો કૂતરો મરી ગયો તો ડોક્ટર સામે પોલીસ કેસ થયો, જાણો શું છે મામલો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!