GSTV
India News Uncategorized ટોપ સ્ટોરી

અદાણી જૂથે 29000 કરોડનું કૌભાંડ આચર્યાનો કોંગ્રેસનો દાવોઃ કહ્યું, અહીં છે પુરાવા

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના નેતા જયરામ રમેશે દાવો કર્યો છે કે ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સે કોલસા આયાતના મામલે 29 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ શોધી કાઢ્યું છે. જ્યાં દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી આ કૌભાંડની માગણી કરી રહી છે ત્યારે જયરામ રમેશનો દાવો છે કે અદાણી જૂથની વિરૂદ્ધ તમામ પુરાવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સિંગાપુર બ્રાન્ચમાં મોજૂદ છે. જયરામે દાવો કર્યો કે કેન્દ્રીય સચિવ હસમુખ અઢીયાએ એસબીઆઇના પૂર્વ ચેરમેન અરૂંધતિ ભટ્ટાચાર્યને એક પત્ર લખીને સિંગાપુર બ્રાન્ચ પાસે આ પુરાવા મંગાવવાની વાત કહી હતી.

20 મે, 2016ના રોજ લખાયેલા આ પત્રના જવાબમાં ચાર દિવસ બાદ સિંગાપુરની એસબીઆઇ બ્રાંચે જવાબ આપ્યો હતો કે સિંગાપુરના કાયદા મુજબ આ દસ્તાવેજ કોઇને આપી શકાય નહીં.

કોંગ્રેસના જયરામ રમેશે સવાલ કર્યો છે કે જ્યારે ભારતીય કંપની અને ભારતીય બેંકની વચ્ચે કૌભાંડ આચરવામાં આવ્યું છે કે કેસને કઇ રીતે સિંગાપુરના કાયદા અંતર્ગત જોવામાં આવી શકે. જયરામ રમેશનો એ પણ દાવો છે કે આ દરમિયાન અદાણી જૂથના ગૌતમ અદાણી સિંગાપુરની કોર્ટના દરવાજા ખટખટાવતા અપીલ કરી ચુક્યા છે. કે કેસના દસ્તાવેજને ભારત સરકારને ન સોંપવામાં આવે. જે બાદ કેટલાક મહિનાની સુનાવણી પછી સિંગાપુર હાઇકોર્ટે ગૌતમ અદાણીની અરજી ફગાવી દીધી.

જે બાદ અદાણીએ બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી અને તેની સુનાવણી બુધવારે થવાની છે. ત્યારે કોંગ્રેસે માગણી કરી છે કે કેન્દ્ર સરકારે કોઇ મોટા વકીલની નિમણૂક કરીને હાઇકોર્ટમાં અદાણીની અરજીનો વિરોધ કરવો જોઇએ. જેનાથી 29 હજાર કરોડના આ કૌભાંડ પરથી પરદો ઉંચકાઇ શકે.

Related posts

સુરતમાં કાપડ ઉદ્યોગમાં ઇન્કમટેક્સના દરોડા, કાપડ ઉદ્યોગમાં જાણીતા ઉમર જનરલને ત્યાં સતત બે દિવસથી સર્ચ ઓપરેશન

pratikshah

જો બાઈડેન બગડ્યા/ અમે સંઘર્ષ નહીં ઈચ્છતા પરંતુ જો અમને છંછેડશો તો અમેરિકા છોડશે નહીં, ચીન સીધી રીતે સમજી જાય

HARSHAD PATEL

નાણાકીય વર્ષ 2022-23ની RBIની છેલ્લી ક્રેડિટ પોલિસીના નિર્ણયોમાં સામાન્ય જનતાને મળ્યો ઝાટકો

pratikshah
GSTV