GSTV
Home » News » મહારાષ્ટ્રની 240 બેઠક પર કોંગ્રેસ અને એનસીપી સાથે લડશે

મહારાષ્ટ્રની 240 બેઠક પર કોંગ્રેસ અને એનસીપી સાથે લડશે

એનસીપી અધ્યક્ષ શરદ પવારે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, કેન્દ્ર સરકાર સત્તાનો દુરુપયોગ કરી રહી છે, જે ભાજપમાં સામેલ થવા નથી માગતા તેમને ભાજપમાં સામેલ થવા દબાણ કરવામાં આવી રહ્યુ છે. જે માત્ર એક રાજ્યપુરતુ સીમિત નથી દેશના તમામ રાજ્યમાં ભાજપ દ્વારા હોર્સ ટ્રેડિંગ કરવામાં આવી રહ્યુ છે. તેમણે વધુમાં કહ્યુ કે, મહારાષ્ટ્રમાં એનસીપી વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારી કરી રહી છે. રાજ્યની 240 બેઠક પર એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને વિધાનસભાની ચૂંટણી સાથે લડશે.

આગામી આઠથી 10 દિવસમાં બેઠકની વેંચણી અંગે નિર્ણય કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, શરદ પવારે આ પ્રકારનું નિવેદન એવા સમયે આપ્યુ જ્યારે મુંબઈ એનસીપીના અધ્યક્ષ સચિન આહિર શિવસેનામાં સામેલ થયા છે. જે બાદ એનસીપીમાં ઘમાસાણ સર્જાયુ છે.

READ ALSO

Related posts

જેની નવરાત્રીમાં ખાસ જરૂર હોય છે તે જ હવે લોકો ન ખરીદતા વેપારીઓ ચિંતામાં

Mayur

નવરાત્રિ પહેલાં બેન્કોનું કામ પતાવજો ફટાફટ, આ કારણોને લીધે રહેશે બંધ

Dharika Jansari

ઈલેક્ટ્રીક ડિવાઈસોમાં આ રીતે થાય છે સોનાનો ઉપયોગ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!