GSTV
Home » News » વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ વચ્ચેની ડીલના વિરોધમાં સીએઆઇટીએ આજે ભારત બંધનું એલાન આપ્યું

વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ વચ્ચેની ડીલના વિરોધમાં સીએઆઇટીએ આજે ભારત બંધનું એલાન આપ્યું

વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ વચ્ચેની ડીલના વિરોધમાં રાજ્યના નાના વેપારીઓ પણ બંધમાં જોડાવાના છે. વોલમાર્ટ-ફ્લિપકાર્ટ કરાર વિરુદ્ધ ટ્રેડર્સ એસોસિએેશન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એટલે કે સીએઆઇટી (CAIT) દ્વારા આજે વેપાર-ધંધા બંધ રાખીને ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. મેડિકલ સ્ટોર્સ ધારકોએ પણ આ બંધને ટેકો આપ્યો છે. સંગઠનના મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે દેશના ત્રણ કરોડ અને ગુજરાતના 40 લાખ વેપારીઓને વોલ માર્ટ અને ફ્લિપકાર્ટથી નુકસાન થશે.

નાના ટ્રેડર્સ ધંધો માંડ સેટ કરી રહ્યા છે ત્યારે જ વોલ્માર્ટ અને ફ્લિપકાર્ટ ડીલ ઉપરાંત રિટેલમાં એફડીઆઇને લીધે નાના વેપારીઓનો મોટું નુકસાન થઇ શકે તેમ છે. જો કે, અમદાવાદમાં ઘણા વેપારીઓએ બંધમાં જોડાવાની ચોખ્ખી ના પાડી દીધી છે. આમ, અમદાવાદમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળવાની સંભાવના છે. જ્યારે રાજકોટ, સુરત, વડોદરા, વલસાડ સહિતના શહેરોમાં વેપારીઓ બંધ પાળીને વિરોધ પ્રદર્શિત કરે તેવી વકી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના વેપારીઓ લાંબા સમયથી ભાજપની મજબૂત વોટ બેંક રહ્યા છે, પરંતુ આ વખતે કેન્દ્ર અને રાજ્યમાં બંને જગ્યાએ ભાજપ સરકાર છે ત્યારે વેપારીઓ શું કરશે તે જોવું રસપ્રદ રહેશે.

 

Related posts

પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવા ભારતનો મોટો નિર્ણય, હવે આ સિસ્ટમ ગોઠવશે

Mansi Patel

પરીક્ષા રદ કર્યા બાદ સરકારે વિદ્યાર્થીઓનો રોષ શાંત પાડવા લીધો આ નિર્ણય

Nilesh Jethva

છેલ્લાં 5 દિવસથી આ આઈટીઆઈમાં બાળકો નથી જતા ભણવા, શિક્ષકોની પણ ચૂપકીદી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!